રાજકોટ
News of Tuesday, 15th January 2019

વી કેન ગ્રુપ દ્વારા રવિવારે બહેનો માટે 'ઓપન રાજકોટ બમ્પર હાઉસી'નું આયોજન

રાજકોટ,તા.૧૫: બહેનો માટે આવનવા કાર્યક્રમોનું આયોજન કરતા વી કેન ગ્રપુ દ્વારા આગામી દિવસોમાં શિયાળુ વાનગી સલાડ ડેકોરેશન સ્પર્ધા અને 'ઓપન રાજકોટ બમ્પર હાઉસી'નું આયોજન કરાયુ છે.

આ અંગે ગ્રુપના બહેનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે તા.૨૦ના રવિવારે સૌપ્રથમ 'ઓપન રાજકોટ બમ્પર હાઉસી'નું આયોજન કરાયુ છે. જેમાં વન મીનીટ ગેમ શો, સેલ્ફી ઝોન જેવા કાર્યક્રમોનો આનંદ બહેનો લઈ શકશે.

 કાર્યક્રમમાં ટેરો કાર્ડ રીડર પુનિતુલ્લા પણ ખાસ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહીત કરશે.

રાજકોટ જેસીઆઈ પ્લોટીનમના સહયોગથી આયોજીત આ કાર્યક્રમની પહેલા એટલે કે આગામી તા.૧૭ના રાજધાની હોટલ ખાતે શિયાળુ વાનગી અને સલાડ ડેકોરેશન સ્પર્ધા રાખવામાં આવી છે.

બન્ને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે નામ નોંધણી ચાલુ છે. ભાગ લેનાર તમામ બહેનોને શ્યોર ગીફટ અને વિજેતા બહેનોને આકર્ષક ઈનામોથી નવાજવામાં આવશે.

ભાગ લેવા ઈચ્છુકોએ ફોર્મ તથા વધુ વિગતો માટે (૧) આયુષ કિલનીક, હનુમાન મઢી ચોક, રૈયા સર્કલ, (૨) રાધે મોબાઈલ, ગુરૂપ્રસાદ ચોક, આર.એમ.સી. કોમ્પલેકસ, (૩) વીકેન પ્રિસ્કૂલ / યુનિ.રોડ, (૪) સતનામ હોસ્પિટલ, અક્ષર માર્ગ, (૫) રસોઈ શોપ, કે.કે.વી.હોલ ખાતે રૂબરૂ અથવા મો.૮૪૦૧૮ ૯૭૬૦૬, મો.૭૩૮૩૮ ૨૫૦૫૦ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

તસ્વીરમાં આયોજન અંગે 'અકિલા' કાર્યાલય વિગતો વર્ણવતા ગ્રુપના ડો.તૃપ્તિ રાજા કોટક, ડો.પીન કોટક, માલાબેન સોરી, નીના વજીર, રંજનબેન વોરા, સીમા અગ્રવાલ, જાગૃતિ ખીમાણીયા, જેસીઆઈ પ્લેટીનમના શ્યામલા અંકડિયા, હિના માકડીયા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:26 pm IST)