રાજકોટ
News of Saturday, 14th December 2019

પાળ ગામની વિવાદીત જમીન અંગેનો દાવો રદ દાવાવાળી મિલ્‍કત અંગે માલીકી હકક પુરવાર થતો નથી

ગુજરાત સરકારની તરફેણમાં મહત્‍વનો ચુકાદોઃ સરકારી વકીલ મહેશ જોષીની દલીલો માનતી કોર્ટ

રાજકોટ તા.૧૪: વર્ષોથી પાળ ગામની વિવાદીત જમીનનો દાવો છેવટે સીવીલ કોર્ટમાં પુરો થતાં જે તે વખતના વાદી શ્રી હરિંદ્રસિંહ ભારસિંહ જાડેજાના વારસ અમરસિંહ હરિંદ્રસિંહ જાડેજાનો દાવો રદ થયેલ છે.

દાવાની ટુંક હકીકત એવી છે કે, જે તે વખતે પાળ સ્‍ટેટના તાલુકદાર તરીકે તેઓ રૈયા ગામના મુળ માલિક હતા. એટલે કે, વાદીના કહેવા મુજબ રૈયા ગામ આખુ વાદીની માલિકીનું હતું. સમયાંતરે સ્‍ટેટ ઓફ ગુજરાત દ્વારા કાયદા મુજબ ગામની જે કોઇપણ જમીન હતી તે એકવાર કરી લેવામાં આવેલ હતી. પરંતુ વાદીનું એવુ જણાવવું હોય કે, આ તકરારી જમીન એટલે કે રેવન્‍યુ સર્વે નં.૭૩ પૈકીની એકર -૫ અને ૩૬ ગૂંઠા પોતાની માલિકીની હતી.

તકરારી જમીન સરકારશ્રીએ પ્‍લોટ પાડીને આ કામના અલગ અલગ પ્રતિવાદીઓને એલોટ કરી દીધેલી કારણે કે જમીન સરકારી હતી જે બાબતે વાદીએ આંક-૫ થી મનાઇ હુકમ માંગેલો પરંતુ તે વાદીની ફેવરમાં આવેલો નહી અને આ બાબતે ઉપલી અદાલતે પણ વાદીની આંક-૫ સંબંધેની દાદ આપેલ નથી.

બન્‍ને પક્ષ તરફથી આ કામમાં જરૂરી સાક્ષી પુરાવાઓ રજુ કરવામાં આવેલા અને પ્રતિપક્ષ તરફથી લંબાણપૂર્વકની ઉલટ તપાસો કરવામાં આવેલી. બન્‍ને પક્ષોના પુરાવા બાદ દાવાના આખરી નિકાલના તબકકે બન્‍ને પક્ષ તરફથી લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલ જેમાં સરકારશ્રી તરફે ઉપસ્‍થિતિ રહી એ.જી.પી.શ્રી મહેશ જોષીએ જણાવેલ કે હાલની જમીન બાબતે વાદીશ્રીનો દાવો ખોટો છે ખરેખર તકરારી જમીનનો જે તે વખતે સરકારશ્રીની જમીન તરીકે સમાવેશ થઇ ચૂકયો છે અને તે બાબતોના પુરાવાઓ પણ રેકર્ડ ઉપર રજુ કરવામાં આવેલ છે. અત્‍યારે આ જમીન ઉપર પ્‍લોટીંગ થયા બાદ અલગ અલગ વ્‍યક્‍તિઓના કુટુંબનો વસવાટ છે અને જે તે વખતે આ પ્રક્રિયાને કાનૂની રાહે રોકવા માટે વાદીએ જે કોઇપણ પ્રયત્‍નો કરેલા તેમાં તેઓને સફળતા પણ મળેલ નથી. આમ પ્રથમથી જ વાદીનો દાવો પ્રાઇમાફેસી કેસ ન હોય અને બેલેન્‍સ ઓફ કન્‍વીનીયન્‍સ તેમની તરફેણમાં ન હોય તેમને આંક-૫ નો પણ ફાયદો મળેલ ન હોય વાદીશ્રી જે તાલુકદાર શબ્‍દને લઇને જમીન ઉપર હકક જતાવે છે તે સબંધે પણ પ્રતિવાદી સરકારશ્રી તરફથી સચોટ દલીલો સાથે જવાબો આપવામાં આવેલા જે તમામ રેકર્ડ પરની હકીકતોને ધ્‍યાને લઇ અને નામ.સિવીલ અદાલતે વાદીશ્રીનો દાવો રદ કરેલ છે. આમ વર્ષોથી ચાલી આવતી તકરારનો છેવટે ચૂકાદો આવી જતાં અંત આવેલ છે.

 સદરહુ દાવામાં પ્રતિવાદી તરીકે ચીફ સેક્રેટરી, ગુજરાત રાજય, ગાંધીનગર તેમજ રાજકોટના કલેકટરશ્રીને જોડવામાં આવેલા જેમના તરફે એ.જી.પી.તરીકે મહેશ જોષી રોકાયેલ હતા. આ ઉપરાંત બીજા ૧૩ પ્રતિવાદીઓ જે તકરારી જમીન ઉપર કબ્‍જો ધરાવતા હતા તેમને પણ જોડવામાં આવેલા બન્‍ને પક્ષે અસંખ્‍ય દસ્‍તાવેજી પુરાવાઓ રજુ થયેલા અને નામ.કોર્ટે વાદીશ્રીનો દાવો રદ કરી પ્રતિવાદીને થયેલ દાવાનો ખર્ચ પણ વાદીએ ભોગવવા અંગેનો પણ હુકમ કરેલ છે અને દાવાવાળી મિલ્‍કત અંગે વાદીનો હકક દાવો માલિકી પુરવારથતી ન હોવાનું જણાવી એ રીતે રદ કરેલ છે. ઉપરોક્‍ત કામમાં સરકારશ્રી વતી આસીસ્‍ટન્‍ટ ગવર્મેન્‍ટ પ્‍લીડર તરીકે મહેશ એસ.જોષી રોકાયેલ હતા.

(4:05 pm IST)