રાજકોટ
News of Saturday, 14th December 2019

સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર દ્વારા સર્વરોગ નિદાન : બ્લડ ડોનેશન કેમ્પ

રાજકોટ : ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર સમા આજી વસાહતના કારખાનાઓમાં કામ કરતા મજૂરો માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટ રેડક્રોસ બ્લડ બેન્કના સંયુકત ઉપક્રમે યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી થઇ. જેમાં આજી જી.આઈ.ડી.સી. ના પ્રમુખ જીવણભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.એમ. સી. ચાવડા, પ્રતિષ્ઠિત ડો. ભાવેશ સચદે તેમજ સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નલિન ઝવેરી ઉપસ્થિત રહેલ. સંસ્થાના પ્રમુખ નલિન ઝવેરીએ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે આ સંસ્થા સાથે દરેક ક્ષેત્રના લોકો જોડાયેલા છે, ચાર્ટડ એકાઉન્ટન્ટ, વકીલ, આર્કીટેક, બિલ્ડર, ડોકટર આ સંસ્થાના સભ્યો છે. નાનામા નાનો વેપારી પણ આ સંસ્થાનું સભ્યપદ મેળવી અનેક સેવાના કામો કરે છે. માત્ર બે જ વર્ષમાં આ સંસ્થાએ સેવાના અનેક કામો કરેલા છે. વેપાર, ઉદ્યોગ તથા વ્યવસાયના અનેક અટકેલા કાર્યો પૂર્ણ કરી, સાંસ્કૃતિક નાટક, યુવાનો માટે જોબફેર, કલાકારો માટે એવોર્ડ વિતરણ, ભારતીય કલા અને સંસ્કૃતિને ચરિતાર્થ કરતા આવા અનેક કાર્યક્રમો આ સંસ્થાએ કરેલા છે. બ્લડ ડોનેશન કેમ્પમાં પણ ઘણા લોકોએ બ્લડ ડોનેટ કેરી પોતાની સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યને પૂર્ણ કર્યું હતું. સંસ્થાના પ્રમુખ નલિન ઝવેરી, મહામંત્રી સંજય લાઠીયા તેમજ સૌરાષ્ટ્રપ્રકચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગીરીશભાઈ ઠોસાણી, જીતેનભાઈ ઘેટીયા, પ્રવીણભાઈ જસાણી, ફેનિલ મેહતા, જીતેનભાઈ રવાણી, મૌતિકભાઈ ત્રિવેદી, યશભાઈ રાઠોડ, સ્મિતભાઈ કનેરીયા, સંજયભાઈ કનેરીયા, હસુભાઈ કોટેચા, વસુભાઈ લુંધ, પ્રકાશભાઈ ઠક્કર, રિતેશભાઈ પાલા, લક્ષમણભાઇ સાકરીયા, ડો. ભાવેશ સચદે, બિપીનભાઈ ખોખાણી, જીતુભાઇ પરમાર, મેહુલભાઈ મેહતા, મિલિન્દભાઈ ગગલાણી, હરેશભાઇ સોનપાલ, મહેશભાઈ સોનપાલ, આશિષભાઇ પટેલ, વિનુભાઈ વેકરીયા, રાજેશભાઈ રાણપરીયા, પરસોત્તમભાઈ સાકરીયા, રાજેશભાઈ કુકડીયા, કમલેશભાઈ આંબલીયા, જયસુખભાઇ આડેસરા, સુરેશભાઈ હિરાણી, અસ્વિનભાઈ લોઢીયા, અશ્વિનભાઈ સખીયા, રોનકભાઈ નસીત, સંજયભાઈ મહેતા, ધવલભાઈ મહેતા, પ્રણવભાઈ પરીખ, નરેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા. મેમ્બરોએ પણ આ કેમ્પમાં પોતાનું શક્ય એટલું યોગદાન આપી આ કેમ્પના તજજ્ઞ ડોકટરોની સેવાનો લાભ મેળવ્યો હતો.

(3:31 pm IST)