રાજકોટ
News of Friday, 14th December 2018

વાજડી વિરડાની કાદમ્બરીપાર્કની જમીનના અંગેની અપીલ મંજુરઃ કલેકટરે આપેલ ચુકાદો

રાજકોટ તા.૧૪ : રાજકોટ તાલુકાના ગામ વાજડી વિજડાના સર્વે નં.૯૦ તથા ૯૧/૧ પૈકી આવેલ બીનખેતી જમીન માહે કાદમ્બરીપાર્ક તરીકે ઓળખાતા જમીનના પ્લોટ નં.૩ તથા ૪૩ ની જમીન માલીક ગુજ.નરેન્દ્રસિંહ નાનભા વાઢેરના વારસોએ કરેલ અપીલ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તાએ માન્ય રાખી નાયબ કલેકટર રાજકોટ શહેર-રના અપીલ કેસનો નિર્ણય રદ કરતો હુકમ કરેલ હતો.

રાજકોટ શહેરના પંચનાથ પ્લોટ શેરી નં. ૧૩માં રહેતા મુળ જમીન માલીક નરેન્દ્રસિંહ નાનભા વાઢેરની માલીકીની વાજડી વીજડાની રે.સ.નં. ૯૦ તથા સર્વે નં.૯૧/૧ પૈકીની કુલ જમીન એકર પ-૩પ ગુંઠા જમીન સબંધે ડોકટર ચીતરંજન કે.મોદીને કુલમુખત્યારનામું આપવામાં આવેલ તે કુલમુખત્યારનામું ખેતીની જમીનને બીનખેતીમાં તબદલી કરવા પુરતુ આપેલ તેમ છતા જમીન માલીકની જાણ બહાર ડો.ચીતરંજન મોદીએ કુલમુખત્યારનામું જમીન માલીકે રદ કરેલ અને જાહેર નોટીસથી પ્રસિદ્ધ કરાવી આપેલ કુલમુખત્યારનામું રદ કરેલ તે હકીકત હોવા છતા ડો. ચીતરંજન મોદીએ તેના બહેન હંસાબેન કાંતિલાલ મોદી જોગ રજી.વેચાણ દસ્તાવેજ કરી આપેલ.  આ દસ્તાવેજ પ્રથમથી જ બીનઅમલી અને ગેરકાયદેસરનો હોવા છતાં કુલમુખત્યારે, કુલમુખત્યારનામું રદ થયા બાદ મિલકત માલીકની જાણ અને સંમતીવીના વેચાણ કરેલ અને ઉતરોતર જમીન ખરીદનારાઓએ રેવન્યુ રાહે દસ્તાવેજ કરાવી નોંધ પડાવેલ તે અંગે જમીન માલીકના વારસાને જાણ કરી મળતા નાયબ કલેકટર રાજકોટ શહેર સમક્ષ વાંધા અરજી આપેલ અને પક્ષકાર તરીકે જોડવા અરજી કરેલ જેમાં ગુજ.નરેન્દ્રસિંહ વાઢેરના વારસો પન્નાબા નરેન્દ્રસિંહ વાઢેર અને વિક્રમસિંહ નરેન્દ્રસિંહ વાઢેર જરૂરી પક્ષકાર હોવા છતા સામેલ કર્યા વીના નાયબ કલેકટર રાજકોટે એક તરફી નિર્ણય જમીન ખરીદનારાઓની તરફેણમાં ઉતરોતર રેવન્યુ નોંધ અગાઉ રદ થયેલ હોવા છતા ફરીથી નોંધ પાડવા અપીલ હુકમ કરેલ હતો.

ઉપરોકત હુકમ સામે જમીન માલીકના વારસોએ નારાજ થઇ રાજકોટના જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડરીવીજન જમીન ખરીદનાર પ્લોટ ધારક જીગીશાબેન પ્રશાંતભાઇ મહેતાએ નાયબ કલેકટર રાજકોટ તથા જમીન ખરીદનાર પ્રભાતભાઇ કાળુભાઇ બશીયા વિગેરે સામે જુદી જુદી રીવીજન કરેલ તે બન્ને રીવીજન અરજી એક સાથે ચલાવી રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રાહુલ ગુપ્તાએ ગુજ.જમીન માલીક નરેન્દ્રસિંહ વાઢેરના વારસોની રજુઆત માન્ય રાખી નાયબ કલેકટરનો નિર્ણય રદ્ કરી તબદીલીના વ્યવહારો રદ બાતલ હુકમ કરેલ છે.

આ કેસમાં ગુજ.નરેન્દ્રસિંહના વારસો વતી એડવોકેટ લલિત લખતરીયા, દક્ષાબેન પંડયા, બીનીતા ખાંટ, ભાવીન લંબાણી, યોગેશ ચૌહાણ રોકાયા હતા.

(4:04 pm IST)