રાજકોટ
News of Thursday, 14th November 2019

ગોંડલમાં ચોરાઉ પાંચ મોબાઇલ ફોન સાથે ભીખા સોલંકી પકડાયો

રાજકોટ તા. ૧૪ :.. :.. ગોંડલમાં ચોરાઉ પાંચ મોબાઇલ ફોન સાથે નીકળેલ દેવીપૂજક શખ્સને સીટી પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલ સીટી પોલીસ ઇન્સ. જે. જે. જાડેજા, પો. સબ ઇન્સ. બી. એલ. ઝાલા તથા પો. હેડ કોન્સ. એ. એમ. ઓડેદરા, પો. હેઙ કોન્સ. એન. બી. રાણા, તથા પો. કોન્સ. ભગીરથસિંહ જાડેજા એમ સ્ટાફના મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા તે દરમ્યાન પો. કોન્સ. ભગીરથસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે ગોંડલ સરકારી હોસ્પીટલ પાસે બાલાશ્રમના ગેટ પાસેથી (૧) ભીખા કનુભાઇ સોલંકી જાતે દેવીપૂજક ઉ.૩૦ ધંધો મજૂરી રહે. ગોંડલ બાલાશ્રમ પાસે નદીના ખાડામાં ચોરાઉ પાંચ મોબાઇલ કિ. ર૬,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ પુછતાછ હાથ કરી છે.

(4:13 pm IST)