રાજકોટ
News of Thursday, 14th November 2019

અધિકારીઓ-કર્મચારીઓને નવા પગાર ધોરણ મુજબ સરકારી આવાસ સુવિધા

માર્ગ મકાન વિભાગ દ્વારા પરિપત્રઃ મંત્રીઓને બંગલા ફાળવવામાં પગારનો માપદંડ નહિ

રાજકોટ તા.૧૪: રાજય સરકાર કર્મચારી/અધિકારીઓને અનુક્રમે ગાંધીનગર અને સમગ્ર રાજ્‍ય (ગાંધીનગર સિવાય) માટે આવાસની ફાળવણીની કક્ષા નક્કી કરવાના ધોરણો નિયત કરેલ હતાં. ત્‍યારબાદ તા.૭-૮-૨૦૦૩ના ઠરાવથી ગાંધીનગરના અધિકારી/કર્મચારીઓ માટે આવાસની કક્ષા પુનઃનક્કી કરવામાં આવેલ હતી. રાજય સરકારે સાતમા પગાર પંચની ભલામણો પ્રમાણે સુધારેલ પગાર ધોરણનો સ્‍વીકાર કરતાં તદનુસાર નવા પગાર ધોરણને ધ્‍યાને લઇ સરકારી આવાસ ફાળવવાની કક્ષા નિયત કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તે નક્કી કરીને માર્ગમકાન વિભાગ દ્વારા ગઇકાલે તે અંગેની પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે.

મકાન ફાળવણી માટે કર્મચારી-અધિકારીઓનો ફકત મૂળ પગાર જ ધ્‍યાને લેવામાં આવશે અને કોઇપણ પ્રકારના ખાસ પગાર કે ભથ્‍થાનો સમાવેશ થશે નહીં. મંત્રીશ્રીઓના બંગલા પગાર ધોરણ ધ્‍યાને લીધા સિવાઇ ફાળવાશે વસવાટની કક્ષા રૂા. ૧૪૮૦૦ ના મુળ પગારમાં એ  કક્ષાની અને ૧,૪૪,ર૦૦ ના મુળ પગાર ધોરણમાં ઇ-ર કક્ષાની રહેશે. માર્ગ મકાન વિભાગનાં સંયુકત સચિવ ટી. પી. મહેતાની સહિથી વિગતવાર પરિપત્ર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે.

(3:41 pm IST)