કૈલાશ કર્મચારી સોસાયટીમાંથી કલ્પેશ પરમાર દારૂની ૧૭ બોટલ સાથે પકડાયો
રાજકોટ તા.૧૪ : નાનામૌવા રોડ પર કૈલાશ કર્મચારી સોસાયટીમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૭ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગતો મુજબ માલવીયાનગર પોલીસ મથકમાં પીઆઇ ચુડાસમાની સુચનાથી હેડ કોન્સ. દીગ્પાલસિંહ જાડેજા, દેવાભાઇ, હરપાલસિંહ તથા યુવરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કૈલાશ કર્મચારી સોસાયટીમાં એક શખ્સ દારૂની ડીલેવરી કરવા આવ્યો હોવાની દેવાભાઇને બાતમી મળતા તાકીદે નાનામૌવા રોડ પર કરણપાર્ક મેઇન રોડ કૈલાશ કર્મચારી સોસાયટી-૧માં દરોડો પાડી કલ્પેશ કાન્તીભાઇ પરમાર (ઉ.વ.ર૬) (રહે. કૈલાશ કર્મચારી સોસાયટી-૧ નાનામૌવા રોડ)ને રૂ.૮પ૦૦ની કિંમતની દારૂની ૧૭ બોટલ સાથે પકડી લીધો હતો.
ગોંડલ રોડ પરથી શુભમ દારૂની બોટલ સાથે ઝબ્બે
ગોંડલ રોડ બોમ્બે હોટલ પાસે એડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. સાખરા તથા જગદીશભાઇ વાંક સહિતે બાતમીના આધારે દરોડો પાડી શુભમ રામસુરભાઇ રાણા (ઉ.વ.ર૪) (રહે. ત્રિશુલ ચોક ભકિતનગર સર્કલ પાસે)ને દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. પુછપરછ કરતા યાજ્ઞિક ઉર્ફે રાધે કોળીનું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.