રાજકોટ
News of Thursday, 14th November 2019

રણછોડનગરના બગીચા પાસે પત્તા ટીંચતા સાત શખ્સો પકડાયા

રાહુલ,રમેશ,અશોક,રાજેશ,યુનુસ, સુલતાનશા અને ધર્મેશની ધરપકડ

રાજકોટ તા.૧૪: શહેરના રણછોડનગરના બગીચા પાસે બીડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવીમોહન સૈની અને એસીપી એસ આર ટંડેલની સૂચનાથી બી.ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી.જે.ફર્નાન્ડીસ માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ.ઝાલા, હેડ કોન્સ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ મોહસીનખાન,મનોજભાઇ બસીયા અને સુરેશભાઇ ડામોર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ.મોહીસનખાન અને મહેશભાઇને મળેલી બાતમીના આધારે રણછોડનગર શેરી નં.૪માં આવેલા બગીચા પાસે દરોડો પાડી જુગાર રમતા રાહુલ અશોકભાઇ પુજારા (રહે.૧૪-પંચનાથ પ્લોટ પુજારા બીલ્ડીંગ), રમેશ કાનાભાઇ લાવડીયા (રહે.ભગવતી પરા શેરી નં.૭ વિજયવન સોસાયટી), અશોક અરજણભાઇ ચાવડા (રહે.સંતોષીનગર રેલનગર રેલ્વેયાર્ડ પાછળ), રાજેશ હરીદાસભાઇ ઠકરાર (રહે.રાજનગર શેરી નં.૧ જૂનો મોરબી રોડ), યુનુસ નથુશા શાહમદાર (રહે મોરબી મકવાણી વાસ સબજેલની પાછળ) સુલતાનશા અબ્દુલશા શાહમદાર (રહે.મોરબી મકરાણી વાસ સબ જેલ પાસે) અને ધર્મેશ વાલજીભાઇ જીતીયા (રહે ટાગોર રોડ સર્વોદય સોસાયટી શેરી નં.૩/૪નો ખુણો)ને પકડી લઇ રૂ.૩૭૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:41 pm IST)