રાજકોટ
News of Thursday, 14th November 2019

સબ રજી. કચેરીના વકીલોને રૂમ ફાળવવા સહિતની માંગણી અંગે જીલ્લા કલેકટરને આવેદન

રાજકોટઃ આજે ભાજપ લીગલ સેલના દિલીપભાઇ પટેલ, હિતેષભાઇ દવે, બળવંતસિંહ રાઠોડ, વિરેન વ્યાસ, જયેશ બોઘરા, રાજભા ઝાલા, નોટરી એસો.ના પ્રકાસસિંહ ગોહિલ સહિતના વકીલોએ વકીલોની સુવિધાના પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવતાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૪: રાજકોટ શહેરને લગત સબ રજી.કચેરી ઝોન ર અને ૮ ની વચ્ચે આવેલ રૂમ વકિલોને ફાળવવા તદ ઉપરાંત ઉપરોકત કચેરીમાં ૩ ડેપ્યુટી કલેકટરની કચેરી તથા રાજકોટ પુર્વ મામલતદાર તેમજ રાજકોટ ગ્રામ્ય મામલતદાર સહિતની કચેરીમાં પણ વકિલો દ્વારા લેન્ડ રેવન્યુ ને લગત કેસો ચલાવવા માટે આવતા હોય છે તેથી સદરહું જણાવેલ સ્થળે વકિલોને રૂમ તથા ફર્નીચર તેમજ પીવાના પાણીની જરૂરી સગવડતા વાળો અલાયદો રૂમ હોલ ખાલી છે તે જગ્યાએ વકિલ મીત્રોને રૂમ ફાળવવા આજરોજ જીલ્લા કલેકટરને આવેદન આપેલ છે તેમજ ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય મામલતદારની ઇ-ધરા કચેરી દ્વારા હકક કમીમાં તેમજ સુધારા નોંધ અંગે ઘરની ધોરાજી હલાવતા નાયબ મામલતદાર શ્રી એસ.આર.મણવર વિરૂધ પણ લીગલ સેલ દ્વારા કલેકટરને રજુઆત કરી પક્ષકારો તથા વકિલોને ઝડપથી કામનો નીકાલ થાય તે અંગેની રજુઆત પણ લીગલ સેલ દ્વારા કરવામાં આવેલ છે.

આ અંગે ભાજપ લીગલ સેલના પ્રદેશ સહ કન્વિનર તેમજ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઇ પટેલ.લીગલ સેલ કન્વિનર રાજકોટ તથા પુર્વ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના કોપ્ટ મેમ્બર હિતેષ દવે, સહ કન્વિનર બળવંતસિંહ રાઠોડ, મહામંત્રી રૂપરાજસિંહ પરમાર, સહ મંત્રી હેમાંગ જાની, ખજાનચી વિરેન વ્યાસ તથા કેમ્પસ કન્વિનર યોગેશ ઉદાણી, રેવન્યુબાર એસો.ના પ્રમુખ શ્રી સી.એચ.પટેલ, નલીન આહયા, ડી.ડી.મહેતા, રાજભા ઝાલા, જયેશ બોઘરા, વિજય ભટ્ટ, આયુષ સોજીત્રા તેમજ નોટરી એશોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહીલ, પૂર્વ પ્રમુખ ભરતભાઇ આહ્યા, મંત્રી શ્રી હસમુખભાઇ જોષી સહિતનાં કલેકટરશ્રીને આવેદન દેવામાં જોડાયેલા હતા.

(3:36 pm IST)