રાજકોટ
News of Thursday, 14th November 2019

બાર એસો.ના વાર્ષિક સભ્યોની ફી ભરવા માટે કાલે છેલ્લો દિવસ

ફી-નહિ ભરનાર વકીલો મતદાન કરી શકશે નહિ

રાજકોટ તા.૧૪: રાજકોટ બાર એશોસીએશનના વાર્ષિક સભ્યોને રાજકોટ બાર એશોસીએશનની વર્ષ ૨૦૧૯ના વર્ષની સભ્ય ફી આવતી કાલ તારીખ-૧૫/૧૧/૨૦૧૯ શુક્રવારના રોજ સાજના ૫-૩૦ કલાક સુધીમા પોતાની સભ્ય ફી ભરી જવા જણાવવામાં આવેલ છે વધુમા જણાવવામાં આવેલ છે કે જે વાર્ષીક સભ્યોએ પોતાની સભ્ય ફી ભરેલ નહી હોય તેવા સભ્યોને રાજકોટ બાર એશોસીએશની આગામી ડીસેમ્બર માસમા યોજાનાર ચુટણીમા મતદાન કરી શકશે નહી જેની નોધ લેવા રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી ડો.જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પડયા, રાજેશભાઇ ચાવડાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(3:35 pm IST)