રાજકોટ
News of Thursday, 14th November 2019

જવાહરલાલ નહેરૂની જન્મજયંતિ નિમિત્તે પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ

રાજકોટ : મહાનગર પાલિકા દ્વારા આજે તા. ૧૪ના રોજ જવાહરલાલ નહેરૂની ૧૩૦મી જન્મ જયંતિ નિમિત્તે તેઓશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઇ રાડીયા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા, કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહ, દક્ષાબેન ભેસાણીયા, ગાયત્રીબા વાઘેલા, સંજયભાઇ અજુડીયા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, પૂર્વ કોર્પોરેટર રહીમભાઇ સોરા, આસીસ્ટન્ટ કમિશનર હર્ષદ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

(3:35 pm IST)