રાજકોટ
News of Thursday, 14th November 2019

પપ હજાર વીજ કર્મચારીઓને ૧-૧-ર૦૧૬થી એરિયર્સની રકમ મળશે

૧૦-૧૦૦ ના રાઉન્ડમાં સૂધારો થશેઃ વિદ્યુત સહાયકોને નોકરી તારીખથી હાયરગ્રેડ આપવા અંગે પણ સંમતિ : ટીએબીલ-એડવાન્સ-પેટ્રોલ એલાઉન્સમાં સૂધારોઃ મેડીકલ સ્કીમમાં હાલની આવક મયાર્દામાં વધારો આવશે :ઉર્જામંત્રી સાથેની બેઠક સફળ ભરતભાઇ પંડયા-ગોરધનભાઇ ઝડફીયા પણ ખાસ હાજર રહ્યા : આજથી માસસીએલ અને ર૦મીથી શરૂ થનાર બેમુદતી હડતાલ મુલત્વીઃ લડત સમિતિની જાહેરાત

વીજ કર્મચારીઓ-ઇજનેરોએ ઉર્જામંત્રી સાથેની બેઠક સફળ રહ્યા બાદ ખુશાલી દર્શાવી હતી.

રાજકોટ, તા. ૧૪ : પપ હજાર વીજ કર્મચારીઓ-ઇજનેરોની બનેલી સંયુકત લડત સમિતિએ ઉર્જામંત્રી વચ્ચે આજે મળલ તાકીદની મંત્રણા બેઠ સફળ નીવડી છે. પરિણામે આંદોલન-બેમુદતી હડતાલ સ્થગીતની જાહેરાત કરી દેવાઇ છે.

આજ રોજ ગુજરાત .ર્જા સંયુકત સંકલન સમિતિ (એજીવીકેએસ અને જીબિયા) દ્વારા કરવામાં આવેલ માંગણીઓ અન્વયે ઉજામંત્રી શ્રી સૌરભભાઇ પટેલ સાથે એજીવીકેએસના પ્રમુખશ્રી ભરતભાઇ પંડયા અને જીબિયાના પ્રમુખશ્રી ગોરધનભાઇ ઝડીયાની ઉપસ્થિતમાં મંત્રણા કરાઇ હતી.

મંત્રણામાં એલાઉન્સની એરિયર્સની રકમ ૦૧.૦૧.ર૦૧૬થી બોર્ડમાં મંજુર કરી આપી સરકારશ્રીની મંજૂરી માટે મોકલી વહેલાસર ચૂકવી આપવા સહમત થયેલ છે. પપ હજાર કર્મચારીઓને ફાયદો થશે, તો ૧૦ અને ૧૦૦ના રાઉન્ડમાં ૧૦૦માં સુધારો કરવા સહમત થયેલ છે તેમાં તમામ યુનિયન અને એસોસીએશન લેબર કમિશનરમાં ફરી સહમતી આપ્યે સુધારો કરી લાભ આપવામાં આવશે. વિદ્યુત સહાકોને નોકરીની તારીખથી હાયરગ્રેડ આપવા સહમત થયેલ છે.

આ ઉપરાંત ટીએ બિલો અને એડવાસ અને પેટ્રોલ એલાઉન્સમાં જરૂરી સુધારો અમલી કરવામાં આવશે અને ટેકિનકલ સ્ટાફને ફરજમાં રહેલ જોખમને ધ્યાને રાખી અને તમામ મુદાઓ ધ્યાને લઇ દરખાસ્ત મોકલવા સહમતી થયેલ છે. હકક રજાઓનું રોકડમાં રૂપાંતર કરવા બાબતે ફરીથી વ્યાજબી કારણો સહિત દરખાસ્ત કરવામાં આવશે.

મેડીકલ સ્કીમમાં હાલની આવક મર્યાદામાં વધારો કરવામાં અને જીએસઓ ૪ મુજબ ડીસ્કોમને પુરતો સ્ટાફ મંજૂર કરવાની કાર્યવાહી તાત્કાલીક ધોરણે કરી સ્ટાફ આપવાની ઉર્જામંત્રીશ્રીએ સુચના આપેલ છે તેમજ ડીવીઝન અને સર્કલના સ્ટાફ સેટ અપન ધોરણો નકકી કરી સ્ટાફ મંજૂરી કરવામાં આવશે. તથા જેટકો કંપની ના સ્ટાફ ધોરણોની દરખાસ્ત હાલ નાણા વિભાગમાં પડેલ તેને મજૂર કરાવવા કાર્યવાહી કરી ભરતી કરવામાં આવશે.

ઉપરોકત તમામ પ્રશ્નોની હકારાત્મક મંત્રણાઓ થતા આંદોલન સ્થગીત કરાયું છે. આ તકે ઉજામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ભરતભાઇ પંડયા, ગોરધનભાઇ ઝડફીયા, અને મેનેજમેન્ટ તરફથી જોશી, જીયુવીએન એલ. એમ. ડી. શ્રીમતી શાહમીના હુસેન મેડમ, જનરલ મેનેજરશ્રી તથા એચ. આર. વિભાગના અધિકારીશ્રીઓ તેમજ એજીવીકે એસ. અને. જીબીયાના હોદેદારો અને સભ્યશ્રીઓ ઉપસ્થિતી રહ્યા હતાં.

ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ વતી સર્વશ્રી બળદેવભાઇ પટેલ, બી. એમ. શાહ, ગીરીશભાઇ જોશી, આર. બી. સાવલીયા, મહેશ દેશાણી એ તમામ મુદાઓ અંગે ખાસ રજૂઆતો કરી હતી.

(3:19 pm IST)