રાજકોટ
News of Thursday, 14th November 2019

રાજકોટ જિલ્લા ભાજપનું સ્‍નેહમિલન : સ્‍વચ્‍છતા, પર્યાવરણ, સ્‍વદેશી જનજાગૃતિનો સંકલ્‍પ

રાજકોટ : નૂતન વર્ષના દિવસો ધ્‍યાને લઇ રાજકોટ જિલ્લા ભાજપનું સ્‍નેહ મિલન તાજેતરમાં જિલ્લા ભાજપ અધ્‍યક્ષ ડી. કે. સખીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયુ હતુ. જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, મહામંત્રી સર્વશ્રી ભાનુભાઇ મેતા, જયંતિભાઇ ઢોલ, ડો. ભરતભાઇ બોઘરા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ જશુમતીબેન કોરાટ, મંત્રી જયેશભાઇ રાદડીયા, કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેન્‍દ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્‍ય બાવનજીભાઇ મેતલિયા, ઠાકોર વિકાસ નિગમના ચેરમેન ભુપતભા ડાભી, નાગદાનભાઇ ચાવડા, જિલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પરસ્‍પર નુતનવર્ષની શુભેચ્‍છાઓ પાઠવી રાષ્‍ટ્રને પરમ વૈભવના શિખરે લઇજવા તન મન ધનથી સેવા કરવાના સંકલ્‍પ કર્યા હતા. જિલ્લા ભાજપા પ્રભારી પ્રકાશભાઇ સોની, મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ જશુમતીબેન કોરાટે પણ પ્રાસંગીક પ્રવચન કરી સૌને નવા વર્ષની શુભેચ્‍છા પાઠવી હતી. જિલ્લા ભાજપ અધ્‍યક્ષ ડી. કે. સખીયાએ ગતવર્ષની કેન્‍દ્ર સરકારની ઐતિહાસિક કામગીરીને બિરદાવી હતી. સમગ્ર સ્‍નેહમિલનનું સંચાલન ભાનુભાઇ મહેતાએ સંભાળ્‍યુ હતુ. આ તકે જિલ્લા મહામંત્રી ડો. ભરતભાઇ બોઘરા, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, રાષ્‍ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા અને નુતનવર્ષની શુભેચ્‍છાઓ પાઠવી હતી. અંતમાં આભારવિધિ જયંતિભાઇ ઢોલે કરાવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્‍વચ્‍છતા, પર્યાવરણ, સ્‍વદેશીની જનજાગૃતિના સંકલપ લેવાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હિરેનભાઇ જોશી, જયેશભાઇ પંડયા, અમૃતલાલ દેવમુરારી, અલ્‍પેશભાઇ અગ્રાવત, વિવેક સાતા, કરણ ચોટાઇ, દિનેશભાઇ વીરડા, દીપકભાઇ ભટ્ટ, કિશોર ચાવડાએ જહેમત ઉઠાવી હતી. તેમ જિલ્લા મિડીયા ઇન્‍ચાર્જ અરૂણભાઇ નિર્મળની યાદીમાં જણાવાયુ છે.

(1:39 pm IST)