રાજકોટ
News of Thursday, 14th November 2019

જૂના વિપશ્‍યી સાધકો માટે રવિવારે રંગપરમાં સ્‍નેહ મિલન

નવનિર્મિત કેન્‍દ્ર પર સવારથી બપોર સુધીના કાર્યક્રમો : વિવિધ વિસ્‍તારોમાંથી નિઃશુલ્‍ક વાહન વ્‍યવસ્‍થા : રજીસ્‍ટ્રેશન કરાવી લેવા અનુરોધ

રાજકોટ તા. ૧૪ : અહીંના જામનગર રોડ પર નવા બની રહેલ ધમ્‍મકોટ સેન્‍ટર પર આગામી તા. ૧૭ ના રવિવારે સવારે ૮ થી ૧૨ સુધી જુના વિપશ્‍યી સાધકો માટે નૂતનવર્ષ સ્‍નેહ મિલનનું આયોજન કરાયુ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે નવાવર્ષે જુના સાધકો એકબીજાને હળેમળે અને વિપશ્‍યના સાધાનાના ઉચ્‍ચતમ કલ્‍યાણકારી પરિણામોની જાણકારી જનજન સુધી પહોંચે તે હેતુથી યોજાયેલ આ સ્‍નેહ મિલનમાં સવારે ૮ થી ૮.૪૫ અલ્‍પાહાર, સવારે ૯ થી ૧૨ ધર્મચર્ચા, બપોરે ૧૨ વાગ્‍યે ભોજન બાદ સમાપન થશે.

વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે હેતુથી રજીસ્‍ટ્રેશન અગાઉથી કરાવી લેવા અનુરોધ કરાયો છે. આ માટે મો.૭૮૭૮૭ ૨૭૨૨૩ ઉપર નોંધણી કરાવવાની રહેશે.

રંગપર કેન્‍દ્ર સુધી જવા માટે નિઃશુલ્‍ક બસ વ્‍યવસ્‍થા કરાઇ છે. જેમાં (૧) ગોંડલ ચોકડીથી રંગપર (મો.૯૪૨૮૨ ૦૩૫૬૧), (ર) ભક્‍તિનગર સર્કલથી રંગપર (મો.૯૩૭૫૯ ૭૭૧૬૦), (૩) સીટી ઓફીસ, ભાભા હોટલથી રંગપર (મો.૭૮૭૮૭ ૨૭૨૨૩) ખાતે બસ ઉપડશે. મોરબીથી આવવા મો.૯૯૦૯૭ ૪૪૩૪૪, જામનગરથી આવવા મો.૯૩૨૮૯ ૩૪૫૧૮, સુરેન્‍દ્રનગરથી આવવા મો.૯૩૭૪૬ ૦૩૧૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે વિપશ્‍યના એ ભારતની પૂરાતન સાધના વિધિ છે. ૨૫૦૦ વર્ષ પહેલા ગૌતમ બુધ્‍ધે તેની શોધ કરી હતી. સામાન્‍ય લોકો માટે સુલભ બનાવી હતી. મન અને શરીરને અનુભૂતિના સ્‍તર જાણવાની એક વૈજ્ઞાનિક વિધિ એટલે વિપશ્‍યના.

ગુજરાતમાં ૬, ભારતમાં ૮૮ અને વિશ્વભરમાં ૧૯૯ વિપશ્‍યના કેન્‍દ્રો કાર્યરત છે. જેમાં દસ દિવસની નિવાસીય શિબિરોનું સતત આયોજન થતુ રહે છે. ઉપરાંત વિવિધ સ્‍કુલોમાં બાલ આનાપાન શિબિરો, યુવકો માટે તેમજ જેલના કેદીઓ માટે વિશેષ શિબિરોનું આયોજન થાય છે.

ગત ૧૯ મે ના જામનગર રોડ પર નવા વિપશ્‍યના કેન્‍દ્રનું ભુમિપૂજન અનેક જુના સાધકોની ઉપસ્‍થિતીમાં કરાયુ હતુ. ત્‍યારે આ નવા નિર્માણ પામી રહેલ કેન્‍દ્ર ઉપર જ આ સ્‍નેહ મિલનનું આયોજન કરાયુ છે. જુના સાધકોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રમેશભાઇ ઠકકર, કિશોરભાઇ શિયાણી, પ્રજ્ઞેશભાઇ માંડવિયા, જીજ્ઞેશભાઇ કિયાડા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(1:38 pm IST)