રાજકોટ
News of Wednesday, 14th November 2018

પત્નિ માવતરના ઘરે જતી રહેતાં જડેશ્વરપાર્કના જીજ્ઞેશે એસિડ પીધું

રાજકોટ તા. ૧૪: આજીડેમ ચોકડી નજીક જડેશ્વર પાર્ક-૨માં રહેતાં જીજ્ઞેશ ભુપતગીરી ગોસ્વામી (ઉ.૩૦) નામના બાવાજી યુવાને રાત્રે નવેક વાગ્યે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને ધર્મેશભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

જીજ્ઞેશ ઘૂઘરાની લારી રાખી ધંધો કરે છે. તેના લગ્ન આશાપુરામાં રહેતી ઇલા સાથે થયા છે અને સંતાનમાં બે દિકરા છે. પરિવારજનના કહેવા મુજબ જીજ્ઞેશની પત્નિ ગઇકાલે માવતરે જતી રહેતાં અને અગાઉ પણ તેણીએ આવું કર્યુ હોઇ કંટાળી જઇ જીજ્ઞેશે એસિડ પી લીધું હતું.

(2:50 pm IST)