રાજકોટ
News of Wednesday, 14th November 2018

ચીલઝડપ અને વાહન ચોરીના ગુનામાં સામેલ વિરેન રવાણી પાસામાં ધકેલાયો

રાજકોટ, તા. ૧૪ :  શહેરમાં ચીલઝડપ તથા વાહન ચોરીના બનાવોને નેસ્તનાબુદ કરવાના પ્રવાસોના ભાગરૂપે ગાંધીગ્રામ વિસ્તારમાં બે ચીલ ઝડપ અને વાહન ચોરીના ગુનામાં પકડાયેલો વિરેન કિશોરભાઇ રવાણી (રહે. હનમુાન મઢી ચોક પાસે રૈયા રોડ શીવપરા-૩) તાજેતરમાં જેલમાંથી જામીન મુકત થતા તેની પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નર વોરંટ ઇશ્યુ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ વી.વી. ઓડેદરા તથા એચ.સી. રશ્મીનભાઇ તથા કર્મચારીઓ પી.સી.બી.શાખાના પી.આઇ. એમ.ડી. ચન્દ્રવાડીયા, પો.સ.ઇ. વી.જે. જાડેજા તથા શૈલેષભાઇ, રાજુભાઇ, અજયકુમાર શુકલ, ઇન્દ્રજીતસિંહ અશ્વીનગીરી તથા રાહુલગીરી સહિતે વિરેનની અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો છે.

(2:49 pm IST)