રાજકોટ
News of Thursday, 14th October 2021

પાંચ મોબાઇલની ચીલઝડપ કરનાર અલ્ફાઝ ઉર્ફે અલ્તાફ ઝડપાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે ગોંડલ ચોકડી પાસેથી દબોચ્યો

રાજકોટ તા.૧૪ : શહેરના અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર શખ્સને પાંચ ચોરાઉ મોબાઇલ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમે ગોંડલ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ ગોંડલ ચોકડી નજીક એક શખ્સ ચોરાઉ મોબાઇલ વેચવા આવ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ ભાવેશભાઇ તથા અમીતભાઇને બાતમી મળતા ગોંડલ ચોકડી પાસેથી અલ્ફાઝ ઉર્ફે અલ્તાફ હાસમભાઇ સૈયદ (ઉ.૧૯) (રહે. પુનીતનગર વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૬) નેપાંચ મોબાઇલ સાથે પકડી લીધો હતો. 

પુછપરછમાં તેણે ત્રણ મહિનામાં શાપર-વેરાવળમાં અલગ અલગ જગ્યાએ પરપ્રાંતીય મજુરોના મોબાઇલની ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી.

આ કામગીરી પી.આઇ.વી.કે. ગોઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ મયુરભાઇ પટેલ, અમીતભાઇ, પ્રદિપસિંહ, ભાવેશભાઇ તથા જયદીપસિંહ દ્વારા કરવામાં આવી છ.ે

(3:57 pm IST)