રાજકોટ
News of Thursday, 14th October 2021

ગેંગરેપના આરોપીઓને રાજકોટની પીડીતાએ ઓળખી બતાવ્યાઃ ૬ આરોપીઓ જેલહવાલે

રાજકોટ, તા., ૧૪: રાજકોટની  ત્યકતા  ઉપર ગોંડલમાં ગુજારાયેલ ગેંગરેપની ઘટનામાં પીડીતાએ તમામ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. પકડાયેલ આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા જેલહવાલે કરાયા છે.

રાજકોટની ત્યકતાને કારમાં ગોંડલ નજીક વાડીમાં લઇ જઇ ૬ શખ્સોએ દુષ્કર્મ ગુજારતા ત્યકતાને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયેલ હતી. જયાં તેણે તેના ઉપર ૬ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ કરતા ગોંડલ પોલીસે દુષ્કર્મ ગુજારનાર ૬ નરાધમોને ઝડપી લઇ ધરપકડ કરી હતી. પકડાયેલ ૬ આરોપીઓને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા.

દરમિયાન ગેંગરેપની ઘટનામાં પકડાયેલ ૬ આરોપીઓનીે ઓળખ-પરેડ કરાતા તમામ આરોપીઓને પીડીતાએ ઓળખી બતાવ્યા હતા. પકડાયેલ ૬એ આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા જેલહવાલે કરાયા હતા.

(3:53 pm IST)