રાજકોટ
News of Thursday, 14th October 2021

ગોંડલ રોડ રિધ્ધી સિધ્ધીના નાલા પાસેથી હરેશ દેવગણીયા ચોરાઉ ટુ -વ્હીલર સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચે દબોચ્યો : રામનગરમાંથી ટુ વ્હીલર ચોર્યાની કબુલાત

રાજકોટ,તા. ૧૪ : ગોંડલ રોડ પર રિધ્ધી સિધ્ધીના નાલા પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ ટુ વ્હીલર સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રિધ્ધી-સિધ્ધીના નાલા પાસે એક શખ્સ ચોરાઉ મોટર સાયકલ સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. ભાવેશભાઇ અને સિધ્ધરાજસિંહને મળતા રિધ્ધી સિધ્ધીના નાલા પાસેથી હરેશ બચુભાઇ દેવગણીયા (ઉવ.૪૦) (રહે. હુડકો મણીનગર શેરી નં. ૪)ને ચોરાઉ ટુ વ્હીલર સાથે પકડી લીધો હતો. તેણે આ ટુ વ્હીલર હુડકો ચોકડી રામનગરમાંથી ચોર્યાની કબુલાત આપી હતી.

આ કામગીરી પીએસઆઇ પીએસઆઇ પી.એમ.ધાખડા, હેડ કોન્સ. મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રવાત, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ, પ્રદિપસિંહ તથા ભાવેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:52 pm IST)