રાજકોટ
News of Thursday, 14th October 2021

કુવાડવા નજીકના વાંકવડમાં પીજીવીસીએલની ટૂકડી સાથે ઝપાઝપી- હુમલોઃ ફરજમાં રૂકાવટ

કારખાનામાં વિજચોરી પકડતાં કારખાનેદાર સહિતનાએ ધમાલ મચાવ્યાનો આરોપ

રાજકોટ તા. ૧૪: કુવાડવા નજીકના વાંકવડ ગામે કારખાનાઓમાં વિજ ચેકીંગ માટે ગયેલી પીજીવીસીએલની ટૂકડી પર કારખાનેદાર અને બીજા છએક અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરતાં નાયબ ઇજનેર દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે.

યુનિવર્સિટી પાસે પ્રશીલ પાર્કમાં રહેતાં અને પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે નોકરી કરતાં જયેશભાઇ રમણીકલાલ મારડીયા (ઉ.વ.૪૭)એ આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે વાંકવડના કારખાનેદાર પરષોત્તમ વશરામભાઇ માલકીયા તથા છ અજાણ્યાના નામ આપ્યા છે. પોતે તથા નાયબ ઇજનેર  વિપુલભાઇ કગથરા તથા સ્ટાફ બવાંકવડ ગામે પરષોત્તમ માલકીાયના કારખાનામાં વિચોરી થતી હોવાની માહિતી પરથી વીચ ચેકીંગમાં ગયેલ ત્યારે કારખાનેદાર સહિતનાએ વિજ ચોરી પકડાઇ જતાં ઉશ્કેરાઇ જઇ પીજીવીસીએલની ટીમ સાથે ઝપાઝપી કરી હતી અને ચેકીંગ સીટ આંચકી લઇ ફાડી નાંખી હતી. ગઇકાલની આ ઘટનામાં આજે ફરિયાદ નોંધાવાતા પોલીસે આઇપીસી ૧૮૬, ૫૦૪, ૪૨૭, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

(3:48 pm IST)