રાજકોટ
News of Thursday, 14th October 2021

રૈયા રોડ પર 'હિટ એન્ડ રન': બાઇકે હડફેટે લેતા ગરબી મંડળના આયોજક ખેંગારભાઇનું મોત

રામભરોસે શકિત ગરબી મંડળના આયોજક વૃધ્ધ ધુપ લેવા જતા'તા

રાજકોટ તા. ૧૪ : રૈયારોડ પર અંબીકા પાર્ક પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં અજાણ્યા મોટર સાયકલના ચાલકે હડફેટે લેતા રામભરોસે શકિત ગરબી મંડળના આયોજકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ રૈયા ગામ સોવારીયા કવાર્ટરમાં રહેતા અને રામભરોસે શકિત ગરબી મંડળના આયોજક ખેંગારભાઇ ભલાભાઇ મુંધવા (ઉ.૭૦) ગઇકાલે પોતાના ઘરેથી ચાલીને ધુપ લેવા માટે જતા હતા ત્યારે અંબીકા પાર્ક પાસે કોઇ અજાણ્યા મોટર સાયકલ ચાલકે તેને હડફેટે લેતા વૃધ્ધ પડી જતા તેને માથામાં ઇજા થઇ હતી. અકસ્માત સર્જી મોટર સાયકલ ચાલક નાશી ગયો હતો. બાદ વૃધ્ધ પ્રાથમીક સારવાર લઇને ઘરે જતા રહ્યા હતા આજે તેને માથામાં દુઃખાવો ઉપડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક ખેંગારભાઇ ઘરપાસે જ રામભરોસે શકિત ગરબી મંડળનું આયોજન કરતા હતા.

આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. સોમૈયા તથા રાઇટર શિવભદ્રસિંહએ તપાસ હાથધરી છે. બે પુત્ર અને બે પુત્રીઓ પિતાની છત્રછાયા ગુમાવતા મુંધવા પરિવારમાંશોક વ્યાપી ગયો છે.

(3:16 pm IST)