રાજકોટ
News of Thursday, 14th October 2021

આદ્ય શકિત તૂજ ને નમુ રે બહુચરા... ગણપતી લાગુ પાય...

રાજકોટ : આદ્ય શકિતની આરાધનાનું પર્વ આસો નવરાત્રી. સમગ્ર રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રભરમાં નવરાત્રીની ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. માતાજીના ભકતો વ્રત - તપ - જપ - અનુષ્ઠાન કરી ને ધન્યતા અનુભવે છે તો ભારતીય સંસ્કૃતિની દિવ્ય જ્યોતને પ્રજ્જવલિત કરતા પ્રાચીન ગરબી મંડળોની બાળા અવનવા કલાત્મક રાસ રમીને માતાજીને વિનવે છે કે આદ્ય શકિત તુજ ને નમુ રે બહુચરા... ગણપતી લાગુ પાય... શ્રી નવદુર્ગા ગરબી મંડળ - શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૧૧માં શ્રી નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા દાયકાથી આસો નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળમાં પૂજાબેન ખુંગલા, જાનવીબેન વિરડા, જનકભાઇ દાણીધારીયા, ઘનુભા જાડેજા, કમલેશભાઇ સહિતના સેવા આપે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા અજયભાઇ માલા, વિક્રમભાઇ અવાડીયા, રવિરાજસિંહ જાડેજા, ધીરૂભાઇ ધરજીયા, હિતેષભાઇ, અજયસિંહ જાડેજા, મહેશભાઇ ગોગરા સહિતના જહેમત ઉઠાવે છે. ગઇકાલે શ્રી નવદુર્ગા ગરબી મંડળની મુલાકાતે મેયર પ્રદિપભાઇ ડવ, સહકાર ગ્રુપના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાણા (પીન્ટુભાઇ), ભુપતભાઇ બસીયા, અશોકભાઇ બગથરીયા, સુખદેવસિંહ ઝાલા, પીયુષભાઇ માટિયા, વિક્રમભાઇ ભરવાડ, રાજભા જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, વૈભવભાઇ રાજુભાઇ બોરીચા, પદુભા રાયજાદા, ધર્મરાજસિંહ જાડેજા (અમદાવાદ), જયદીપભાઇ ધાંધલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ગરબે ઘૂમતી બાળાઓને લ્હાણી વિતરણ કર્યું હતું અને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:10 pm IST)