રાજકોટ
News of Thursday, 14th October 2021

સમસ્ત લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખપદે રમેશભાઇ અકબરીની વરણી

ઉપપ્રમુખપદે ખીમજીભાઇ લુણાગરીયા અને મંત્રીપદે અલ્પેશભાઇ લુણાગરીયા

રાજકોટ, તા., ૧૩: ઉપલા કાંઠા તરીકે ઓળખાતા વિસ્તારમાં સામાજીક, શૈક્ષણીક, સાંસ્કૃતિક તેમજ માનવતાવાદી પ્રવૃતીઓ સમયાંતરે કરતા સમસ્ત લેઉવા પટેલ સમાજની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં સંસ્થાના પાયાના ટ્રસ્ટી અને સામાજીક કાર્યકર સાધારણ સભા તાજેતરમાં સંસ્થાના પાયાના ટ્રસ્ટી અને સામાજીક કાર્યકર માજી ધારાસભ્ય ટપુભાઇ લીંબાસીયાના અધ્યક્ષસ્થાને પટેલવાડી બેડીપરા ખાતે મળેલ હતી. જેમાં વિશાળ સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહયા હતા. કાર્યવાહી શરૂ કરતા પહેલા સંસ્થાના પાયાના પથ્થર સ્વ. ગણેશભાઇ સગપરીયા સ્વ.ઘેલાભાઇ શીંગાળા, સ્વ. કેશુભાઇ સોજીત્રાનો સ્વર્ગવાસ થતા બે મીનીટનું મૌન પાળી તેમના દિવ્ય આત્માને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત પુર્વે સરદાર વલ્લભભાઇ પટેલને બાદમાં વાર્ષિક હિસાબો રજુ થયેલ. સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ ધરમશીભાઇ નાથાણીએ કર્યુ હતું જયારે આભાર દર્શન ખજાનચી શિવલાલભાઇ લીંબાસીયાએ કર્યુ હતું. ઉપપ્રમુખ પરસોતમભાઇ વેકરીયાએ કામગીરી અહેવાલ તથા આયોજન વિષે માહીતગાર કરેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન સંકલન માનદમંત્રી ખીમજીભાઇ લુણાગરીયાએ કર્યુ હતું.
ટ્રસ્ટના બંધારણ અનુસાર આગામી ત્રણ વર્ષ માટે ટ્રસ્ટની નવી કારોબારી સમીતીની રચના સર્વસંમતીથી કરવામાં આવી હતી અને અધ્યક્ષ ટપુભાઇ લીંબાસીયાને યાદી આપતા તેઓએ નવી ટીમની જાહેરાત કરી હતી. જેમાં રમેશભાઇ અકબરી (પ્રમુખ) ખીમજીભાઇ લુણાગરીયા (ઉપપ્રમુખ), અલ્પેશભાઇ કે.લુણાગરીયા (માનદમંત્રી), પ્રકાશભાઇ બાસીડા (ખજાનચી) તેમજ કારોબારી સભ્ય સવજીભાઇ અકબરી, દિલીપભાઇ લુણાગરીયા, મનસુખભાઇ વેકરીયા, વિનુભાઇ તળાવીયા, ભરતભાઇ ગજેરા, પરેશભાઇ પરસાણા, જાદવભાઇ લીંબાસીયા, છગનભાઇ અકબરી, અશ્વીનભાઇ મોલીયા, મુકેશભાઇ દોંગા, ખોડીદાસભાઇ હિરાણી, સલાહકાર સભ્ય તરીકે ટપુભાઇ લીંબાસીયા, ધરમશીભાઇ નાથાણી તથા કનુુભાઇ ગજેરાના નામે જાહેર કરવામાં આવતા સર્વે સભ્યોએ તાળીઓના ગડગડાટ દ્વારા અભિવાદન કરી શુભેચ્છા પાઠવેલ હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ ધરમશીભાઇ નાથાણી, માનદમંત્રી ખીમજીભાઇ લુણાગરીયા, ખજાનચી શિવલાલભાઇ લીંબાસીયા, ઉપપ્રમુખ પરસોતમભાઇ વેકરીયા ટ્રસ્ટીઓ અશ્વીનભાઇ મોલીયા, દિલીપભાઇ લુણાગરીયા, સવજીભાઇ અકબરી, કાનજીભાઇ ગજેરા, અલ્પેશભાઇ લુણાગરીયા, માધવજીભાઇ કેરાળીયા, રમેશભાઇ અકબરી, ભરતભાઇ ગજેરા, હંસરાજભાઇ પીપળીયા, મનસુખભાઇ વેકરીયા, અરવિંદભાઇ હાપલીયા, વિનુભાઇ તરાવીયા તેમજ સુખલાલભાઇ કોટડીયા, પ્રવિણભાઇ લીંબાસીયા, વિનોદભાઇ કોઠીયા, હિરાલાલ પીપળીયા, જી.એલ.રામાણી, નિલાંગભાઇ ઢોલરીયા, મોહીતભાઇ સાવલીયા, દેવજીભાઇ ટોપીયા, અમૃતભાઇ રૈયાણી વિગેરેએ જહેમત ઉઠાવેલ હતી.
પ્રસ્તૃત સાધારણ સભામાં કનુભાઇ ઉમરેટીયા, પરેશભાઇ પરસાણા, જાદવભાઇ લીંબાસીયા, છગનભાઇ અકબરી, બાબુભાઇ રાખોલીયા, મેઘજીભાઇ લીંબાસીયા, મુકેશભાઇ દોંગા, ખોડીદાસ હિરાણી, અશોકભાઇ લુણાગરીયા, મનસુખલાલ સુદાણી, કિશોરભાઇ પરસાણા, વિજયભાઇ વેકરીયા, વૃજલાલ વેકરીયા, વલ્લભભાઇ લુણાગરીયા, ભગવાનજીભાઇ અભંગી, બિપીનભાઇ સોરઠીયા, અર્જુનભાઇ લુણાગરીયા, મુકેશભાઇ શીંગાળા, લક્ષ્મણભાઇ પરસાણા, પ્રવિણચંદ્ર નસીત, રમેશભાઇ વસોયા, અરજણભાઇ લીંબાસીયા, ચંદુલાલ શંખાવરા, ચમનભાઇ મોલીયા, રાજેન્દ્રભાઇ સોજીત્રા, હેમંતભાઇ નાથાણી, મોહનભાઇ પરસાણા, ધીરજલાલ ગજેરા, દિનેશભાઇ પાંભર, બાબુભાઇ રાખોલીયા, જયંતીભાઇ શીંગાળા, ભીમજીભાઇ લુણાગરીયા, ભુદરભાઇ રાખોલીયા, ધીરજભાઇ વેકરીયા, જમનભાઇ ઠુંમર, ખીમજીભાઇ લુણાગરીયા, હંસરાજભાઇ અકબરી, શાંતીલાલ લુણાગરીયા, ખોડીદાસ લુણાગરીયા, શૈલેષભાઇ રૈયાણી, ભરતભાઇ ગઢીયા, મુળજીભાઇ ગઢીયા, કિશોરભાઇ પાંભર, મનોજભાઇ કથીરીયા, દિનેશભાઇ બુસા, ભાવેશભાઇ સાવલીયા, નરસીભાઇ ટોપીયા, ધીરજલાલ અકબરી, ભનુભાઇ પાનસુરીયા, વિજયભાઇ ગજેરા જેવા સમાજ અગ્રણીઓ તથા સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સાધારણ સભાની કાર્યવાહીમાં સક્રિય ભાગ લઇ યોગદાન આપેલ હતું.

 

(12:00 pm IST)