રાજકોટ
News of Thursday, 14th October 2021

ગૃહણીઓને મોંઘવારીનો વધુ એક માર :ગેસ સિલિન્ડર બાદ શાકભાજીના ભાવ આસમાને

અપૂરતી આવક અને વરસાદના કારણે ભાવમાં વધારો થયાનું કથન

રાજકોટ :  મોંઘવારીના મારને હજુ પણ જનતા સહન કરી રહી છે. શાકભાજી લઈને કઠોળ સુધીની વસ્તુઓના ભાવમાં કોઈ જ રાહત હાલ મળી નથી. રાજકોટની અહીં જ્યુબિલી શાકમાર્કેટમાં લીલા શાકભાજીના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ગત સપ્તાહની સરખામણીમાં કોઇ જ ઘટાડો થયો નથી કાગળ ઉપર ભલે મોંઘવારીમાં રાહતની વાત સામે આવતી હોય પરંતુ બજારમાં ચીજ-વસ્તુઓના ભાવમાં કોઇ જ ઘટાડો થયો નથી.

ટામેટાના ભાવ 60 થી 70 રૂપિયા પ્રિત કિલો રહ્યો છે તો સાથે જ ફ્લાવર 90 થી 100 રૂપિયા પ્રતિ કિલોનો રહે છે. રીંગણ 80 થી 90 રૂપિયા પ્રતિ કિલો રહ્યા છે તો ગવાર 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રહેશે. ભીંડાની કિંમત 70થી 80 રૂપિયા પ્રતિ કિલોની જોવા મળી રહી છે, જેમાં કોઈ ઘટાડો થયો નથી.

કેટલાક વેપારીઓનું કહેવું છે કે વરસાદના કારણે પણ ભાવ વધી રહ્યા છે. લગભગ દરેક શાકના ભાવમાં 10 રૂપિયાથી વધારેનો વધારો જોવા મળી રહ્યો છે. મંડીમાં માલ ઓછો આવી રહ્યો છે. અમને પૂરતો માલ આપવામાં આવતો નથી. તેને સ્ટોક કરી રાખવામાં આવે છે. આ કારણે શાકના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે

(10:06 pm IST)