રાજકોટ
News of Sunday, 14th October 2018

ગાંધીગ્રામ ભારતીનગરમાં વિભુતી ચોહાણને પતિ-સાસુ-દિયરનો ત્રાસ

રાજકોટઃ ગાંધીગ્રામ ભારતીનગર-૪ (ક)માં સાસરૂ ધરાવતી અને હાલ કોઠારીયા સોલવન્ટ બાયપાસ ઢોલરા ગામે રહેતાિ વિભુતિ મોહિત ચોહાણ (ઉ.૨૬) નામની દરજી પરિણીતાએ પતિ મોહિત ધીરૂભાઇ ચોહાણ, સાસુ સરોજબેન અને દિયર વિરલ સામે મહિલા પોલીસમાં ત્રાસની ફરિયાદ કરી છે. નાની-નાની વાતે આ ત્રણેયે વારંવાર ગાળો દઇ મારકુટ કરી ત્રાસ ગુજાર્યાનો આરોપ ફરિયાદમાં મુકાયો છે. હેડકોન્સ. ગીતાબેન પંડ્યાએ તપાસ હાથ ધરી છે.

(11:23 am IST)