રાજકોટ
News of Saturday, 14th September 2019

સત્તા પર આવવા ભગવાન રામનો, હેલ્મેટ કાયદાનો અમલ કરાવવા હવે દેવાધિદેવ ગણપતિનો ઉપયોગ ?!

રાજકોટ : શહેરોના રાજમાર્ગ ઉપર ટ્રાફીક પોલીસ દ્વારા 'ખુશહાલ અને સલામત ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, હેલ્મેટ પહેરો, સલામત રહો, ગણપતિ બાપા મોરીયા, સેઈફ ડ્રાઈવ, સેઈફ લાઈફ'  જેવા સ્લોગન સાથે હેલ્મેટ સંબંધી જાગૃતિ લાવવા ગણપતિદાદાને હેલ્મેટ સાથે હોર્ડીંગમાં ઉભા કરી દેતા લોકોમાં કર્ણોપકર્ણ ચર્ચાએ જોર પકડ્યુ છે. એવુ સાંભળવામાં આવી રહ્યુ છે કે, સત્તા પર આવવા ભાજપે ભગવાન રામનો અને હવે હેલ્મેટના કાયદાને લાગુ કરવા દેવાધિદેવ ગણપતિજીનો ઉપયોગ શરૂ કર્યો છે તે ઉચિત છે? અનેક વખત જાહેરાતોમાં દેવી - દેવતાઓના ઉપયોગ વખતે વિરોધના સૂર ઉઠી ચૂકયા છે. આવો ઉપયોગ શું યોગ્ય છે? શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચાડનારો છે? (ફોટો - સંદિપ બગથરીયા)

(3:39 pm IST)