રાજકોટ
News of Friday, 14th September 2018

શ્યામાપ્રસાદ ગેલેરીમાં મંગળવારથી કલા પ્રદર્શનઃ આવક કેરળના અસરગ્રસ્તોને અપાશે

રાજકોટઃ કુદરતી આફતથી વિપદામાં સપડાયેલા કેશરાલાના અસરગ્રસ્તોને સહાયરૂપ થવાનાં ઉમદા હેતુથી રાજકોટ આર્ટ સોસાયટીનાં ઉપક્રમે આગામી તા. ૧૮ થી ર૦ સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે ૧૦ થી રાત્રીના ૮ વાગ્યા રેસકોર્સ સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુર્ખજી આર્ટ ગેલેરી ખાતે ખાસ કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ કલા  પ્રદર્શનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, અમરેલી, ભુજ વિગેરે જેવા ગુજરાતના અન્ય શહેરોના નામાંકિત ચિત્રકાર, શિલ્પકાર તથા ફોટોગ્રાફર્સની વિવિધ સર્જનાત્મકૃતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કમિશ્નરશ્રી બંછાનિધી પાનીના હસ્તે તા. ૧૮ ના મંગળવારે સવારે ૧૦ કલાકે કરવામાં આવશે. જયારે કાર્યક્રમના મુખ્ય અતિથી વિશેષ તરીકે ગુજરાત ભાજપાના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ ઉપસ્થિત રહેશે. આ કલા પ્રદર્શનમાં નામાંકિત કલાકારોની આગવી મૌલિક કૃતિઓ ખુબજ વ્યાજબી કિંમતે સામાન્ય જનતાના સંગ્રહમાં સ્થાન પામે તે હેતુથી વેંચાણ કરવામાં આવશે. વેચાણથી પ્રાપ્ત તમામ રકમ કેરાલા રાહત ફંડમાં જમા કરવામાં આવશે. કલા પ્રદર્શનને સફળ બનાવવા રાજકોટ શહેરની કલાપ્રિય જનતા, કલારસિકો તથા સંસ્થાઓને પુરગ્રસ્તોને મદદરૂપ થવાના આ ભગીરથ કાર્યમાં સાથ આપવા તથા પ્રદર્શન નિહાળવા માટે રાજકોટ આર્ટ સોસાયટી (મો. ૮૮૬૬૦ ૦પપ૦ર, મો. ૯પ૮૬પ ૬૦૩૭૩) તરફથી જાહેર નિમંત્રણ છે.

(4:02 pm IST)