રાજકોટ
News of Friday, 14th September 2018

પડધરીના મેટોડાની વાડીમાં સંગીતાબેન સોલંકીનો ઝેરી દવા પી આપઘાત

પતિ સાથે બોલાચાલી થતા લાગી આવતા મહિલાએ પગલું ભર્યું

રાજકોટ તા. ૧૪: પડધરીના મેટોડા પાસે વાડીમાં પતિ સાથે ઝઘડો થતા પરપ્રાંતીય મહિલાએ ઝેરી દવા પી લેતા તેનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ પડધરીના મેટોડામાં રહેતા સંગીતાબેન ચંદનભાઇ સોલંકી (ઉ.વ. ૩ર) એ ગઇકાલે ગામ પાસે આવેલ જાદવભાઇ ખોડાભાઇની વાડીમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે પ્રથમ પડધરી બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક સંગીતાબેનનો પતિ મજૂરી કામ કરે છે તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે પતિ સાથે ઝઘડો થતા લાગી આવતા તેણે આ પગલું ભર્યાનું ખુલ્યું છે. આ અંગે પડધરી પોલીસ મથકના એએસઆઇ પૂજાબેને તપાસ આદરી છે. (૭.૧૪)

(3:59 pm IST)