રાજકોટ
News of Friday, 14th September 2018

આ વર્ષે પણ સરગમ ગોપી રાસઃ લાખેણા ઈનામો

ડી.એચ.કોલેજના મેદાનમાં ફકત બહેનો માટેના રાસોત્સવઃ લેડીઝ કલબના સભ્યો માટે રૂ.૩૦૦ અને અન્ય બહેનો માટે રૂ.૪૦૦માં સીઝન પાસઃ ફોર્મ વિતરણ કાર્ય શરૂ

 રાજકોટ,તા.૧૪: સરગમ લેડીઝ કલબ દ્વારા ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આયોજીત બહેનો માટેનાં ગોપી રાસોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સરગમ કલબ દ્વારા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બાળકો માટે કનૈયાનંદ રાસોત્સવ અને ફકત બહેનો માટે સરગમી ગોપીરાસોત્સવનું નવરાત્રિમાં આયોજન કરાઈ છે. આ રાસોત્સવમાં શહેરના ખુેલૈયાઓ મનભરીને રાસે રમતા હોય છે. આ વર્ષે પણ તા.૧૦ થી તા.૧૮ ઓકટોબર સુધી રાસોત્સવનું આયોજન કરાયું છે. ખેલૈયાઓ નિશ્ચિત બનીને રાસ રમી શકે અને માની આરાધના કરી શકે તે રીતે ભવ્ય આયોજન કરાવામાં આવ્યું છે.

આ ગોપીરાસમાં ભાગ લેવા ઈચ્છતી સરગમ પરિવારની બહેનોને માત્ર રૂ.૩૦૦ના ટોકનદરે નવ દિવસનો સિઝન પાસ આપવામાં આવશે. જયારે અન્ય બહેનો માટે રૂ.૪૦૦માં નવ દિવસનો સીઝન પાસ આપવામાં આવશે. આ ગોપીરાસોત્સવમાં ઉંમર વર્ષ ૧૫થી ઉપરના રાજકોટના કોઈપણ બહેનો ભાગ લઈ શકે છે. આ નવરાત્રિ દરમિયાન દરરોજ ૫૦થી વધુ લાખેણા ઈનામો આપવામાં આવશે. ગોપીરાસોત્વમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરર્કેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડ્યા (મુંબઈ), ગીતાંજલી જેધે(મુંબઈ), નિલેશ પંડ્યા (રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ) ધૂમ મચાવશે.

આ રાસોત્સવ માટેનાં ફોર્મ મેળવવા માટે છે. સરગમ કલબ (ડો.યાજ્ઞીક રોડ, કોઈન્સ કોર્નર, ત્રીજો માળે), સરગમ હેલ્થ કરે સેન્ટર (જાગનાથ મંદિર ચોક, ડો.યાજ્ઞિક રોડ), સરગમ ભવન (જામટાવર રોડ, ધરમ સિનેમા પાસે), સરગમ લેડીઝ લાયબ્રેરી (એવરેસ્ટ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે), સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી (મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર), સરગમ લેડીઝ લાયબ્રેરી (આમ્રપાલી સિનેમા પાસે, પોલીસ ચોકી ઉપર), અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ (બ્રહ્મસમાજ ચોક, રૈયારોડ) નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, ભરતભાઈ સોલંકી, રાજભા ગોહિલ, કીરીટભાઈ આદ્રોજા, યોગેશભાઈ પુજારા, એમ.જે.સોલંકી, ખોડીદાસભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. બહેનો માટે યોજાઈ રહેલા આ ગોપીરાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા,  જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન ધનેશા, જશુમતિબેન વસાણી, સુધાબેન ભાયા, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, મધુરિકાબેન જાડેજા, કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, ચંદ્રિકાબેન ધામેલિયા, કાન્તાબેન કથીરિયા, રેણુકાબેન યાજ્ઞીક, જયશ્રીબેન સેજપાલ, લતાબેન તન્ના, જયોતિબેન રાજયગુરૂ સહિતના હોદ્દેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટી મેમ્બર પણ કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા છે.

(3:58 pm IST)