રાજકોટ
News of Friday, 14th September 2018

૨૦૦૦ની સાલ પછીના સૂચિત બાંધકામો રેગ્યુલાઇઝ કરો

શહેરમાં સેંકડો ગરીબોએ મરણમૂડીમાંથી બનાવેલ ૨૦૦૦ના વર્ષ પછીના સૂચિત સોસાયટીના રહેણાંકોને રેગ્યુલાઇઝ કરી ન્યાય આપો : મુખ્યમંત્રી વિજયભાઇ સમક્ષ ન્યુ માયાણીનગરના રહેવાસીઓની રજૂઆત

રાજકોટ તા. ૧૪ : રાજ્ય સરકારની સૂચિત બાંધકામોને રેગ્યુલાઇઝડ કરવાની યોજનાથી ૨૦૦૦ની સાલ પછીના સૂચિત બાંધકામો કરનારા સેંકડો લોકો વંચીત રહ્યા છે ત્યારે ૨૦૦૦ની સાલ પછીના સૂચિત બાંધકામોને રેગ્યુલાઇઝ કરવાની મંજૂરી આપી ન્યાય અપાવવા મવડી વિસ્તારમાં આવેલ. ન્યુ માયાણીનગરના રહેવાસીઓએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆત કરી છે.

આ અંગે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ ન્યુ માયાણીનગરનાં રહેવાશ્રીઓ દ્વારા થયેલ રજુઆતમાં જણાવ્યું છે કે. રાજકોટ શહેરમાં સુચીત સોસાયટી રેગ્યુલર કરવાનું કામ ચાલુ છે. સરકારશ્રીના પરીપત્ર મુજબ ૩૧-૧૨-૧૯૯૯ સુધીના જ બાંધકામ રેગ્યુલર કરવામાં આવે છે. સોસાયટી-૧૯૯૫માં બનેલ હોય ત્યાર બાદ છુટક પ્લોટનું વેચાણ થયેલ, પોતાની સગવડતા મુજબ લોકોએ બાંધકામ કરેલ. આ પ્રશ્ન ઓલ ઓવર રાજકોટ સુચીત સોસાયટીનો છે. ૨૦૦૦ પછીનાં બાંધકામવાળા બાંધકામને રેગ્યુલરાઇઝ નથી કરવામાં આવતા. તો આ રાજકોટની જાહેર સુચીત સોસાયટીમાં રહેતી જનતાના હીતમાં હોય તો યોગ્ય નીરાકરણ લાવવા વિનંતી છે.

ન્યુ માયાણીનગરના નામથી ઓળખાતી સુચીત સોસાયટી ૧૯૯૫માં સોસાયટીની સ્થાપના થયેલ બીજા જે લોકો ૧૯૯૯ના અંડરમાં આવે છે. તેને રેગ્યુલર કરી દીધા છે. જયારે ૨૦૦૦ સાલ પછી આવે તેને રેગ્યુલર કરવામાં આવેલ નથી. તો આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ વિધવાં રજુઆતનાં અંગે માંગ ઉઠાવાઇ છે.(૨૨.૧૨)

(3:47 pm IST)