રાજકોટ
News of Friday, 14th September 2018

રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવમાં રાસે રમવા ખેલૈયાઓ થઈ જાવ તૈયારઃ દુહા-છંદની જામશે રમઝટ

કોઈપણ પ્રકારના ફિલ્મી ગીતોને બદલે માત્ર માતાજીના ગરબા લોકગીતો પ્રાચીન - અર્વાચીન સ્તુતિઓ ઉપર ખેલૈયાઓ ઝુમશે : રઘુકુળ યુવા ગ્રુપનું આયોજન

રાજકોટ, તા. ૧૪ : સતત ચોથા વર્ષે શ્રી રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા લોહાણા સમાજ માટે શારદીય નવરાત્રી દરમિયાન તા.૧૦ ઓકટોબરથી તા.૧૯ ઓકટોબર સુધી યોજાનાર ''અકિલા - રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવ''નું આયોજન કરાયું છે. આ મેગા આયોજનની વિશેષ માહિતી  આપતા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સંયોજક અને રઘુવંશી યુવાન, મિતેશ રૂપારેલીયા તેની ટીમ સાથે જણાવે છે કે દશ દિવસ દરમિયાન યોજાનાર આ ભવ્ય મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતિમાં, મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારીવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદાયુકત વાતાવરણમાં ખેલૈયાઓ ઝુમશે.

આયોજક ટીમના જયદેવભાઈ રૂપારેલીયા, બલરામભાઈ કારીયા, નિલેશભાઈ તન્ના, રામભાઈ કોટેચા, ચંદુભાઈ રાયચુરા, ધવલભાઈ ચેતા, રજનીભાઈ રાયચુરા, પરીમલભાઈ કોટેચા, કિશનભાઈ વિઠ્ઠલાણી, દિપકભાઈ રાયચુરા, દિનેશભાઈ ધામેચા, વિરેન્દ્રભાઈ વસંત, સંજયભાઈ લાખાણી, દિપકભાઈ મદલાણી, વિમલભાઈ ગંગદેવ, વિમલભાઈ બગડાઈ, જયદીપભાઈ કારીયા, હિતેશભાઈ કોટેચા તેમજ મહિલા ટીમના રાધિકાબેન વિઠ્ઠલાણી, બિંદીયાબેન અમલાણી, યામીનીબેન કુંડલીયા, બિંદુબેન ચાંદ્રાણી, આરતીબેન કોટેચા, અંજલીબેન વસાણી, બિજલબેન ચંદારાણા, વૈશાલીબેન રૂપારેલીયા, વિધીબેન સીમરીયા, રિદ્ધિબેન કટારીયા, સુનીતાબેન ભાયાણી, પૂજાબેન કુંડલીયા સહિતા ૨૫૦થી પણ વધુ સ્વયંસેવકોની ટીમ કાર્યરત છે.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં માં જગત જનનીની આરાધના માટે માત્ર લોહાણા સમાજ માટે યોજાયેલા શાનદાર મહોત્સવના દરરોજના ફાઈનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્સ તથા પ્રિન્સેસને ઈનામો અપાશે. મેગા ફાઈનલમાં વિજેતા બનેલા બેસ્ટ ઓફ ધી બેસ્ટ પ્રિન્સ - પ્રિન્સેસને લાખેણા ઈનામોથી નવાજાશે. રેડીયો પાર્ટનર તરીકે એફ.એમ. જોડાનાર છે.

આ રાસોત્સવમાં દરરોજ કોઈપણ પ્રકારના ફિલ્મી ગીતોને બદલે માત્રને માત્ર માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન - અર્વાચીન સ્તુતિઓ, દુહા - છંદની રમઝટ બોલાવવામાં આવશે. દરેક નોરતે ''જય આદ્યશકિત'' જાણીતા ભકિતપદથી રાસોત્સવના મંગલાચરણ કરાયા બાદ કલાકારો, સીંગર જીજ્ઞેશ સોની, શ્યામલ મહેતા, ભૂમિ મહેતા, કમલભાઈ અનોવાડીયા, એન્કર તરીકે હર્ષલ માંકડ અને વૈશ્વિક ખ્યાતનામ ઓરકેસ્ટ્રા જીલ એન્ટરટેઈનમેન્ટ, તેજસ શીશાંગીયા, સુનિલભાઈ રાદડીયા સહિતના સંગીતકાર એરેન્જરના સથવારે દેશના વિવિધ રાજયોના  લોકગીતો પર ભજન, રાસ પર આધારીત ભકિતપદોને સથવારે ઈન્ટરનેશનલ ફેઈમ કલાકારોના ગ્રુપ સાથે ઓરકેસ્ટ્રા તેમજ રસાળ એન્કરીંગ તેમજ ઢોલમાં કલાકારો ધૂમ મચાવશે. અમે રઘુવંશીના છોરા રે, ડાકલા વાગ્યા, ભલા મોરી રામા, ભાઈ ભાઈમાં પાવા તે ગઢથી ઉતર્યા રે લોલ ગીતોના સથવારે દરરોજ ખેલૈયાઓ ઝુમશે.

રઘુવંશી રાસોત્સવમાં અત્યાધુનિક ૧ લાખ વોલ્ટની ડીજીટલ સાઉન્ડ સિસ્ટમ સાઉન્ડ પેરેમાઉન્ટ, સુનિલભાઈ રાદડીયાની રાખવામાં આવેલ છે. વોર્ટેક સ્પીકસ (જે.બી.એલ.) તેમજ ફલાઈંગ સિસ્ટમના સથવારે ધૂમ મચાવશે. સમગ્ર પરીસરને ભવાની સિકયુરીટીના અભિમન્યુસિંહ જાડેજા અને તેમના બાઉન્સરો સુરક્ષા કવચ પૂરૂ પાડશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘરે બેઠા આ મહોત્સવને લાખો દર્શકો નિહાળી શકે તે માટે જાણીતી ચેનલ દ્વારા રાસોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

રઘુવંશી બીટ્સ નવરાત્રી મહોત્સવના માટે ધસારો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફોર્મ (૧) રામા ફેશન, ૨૨ જાગનાથ પ્લોટ, મહાકાળી મંદિર મેઈન રોડ (૨) જાનકી પ્રોપર્ટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૩) રઘુવંશી વડાપાઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૪) મગનલાલ આઈસ્ક્રીમ, રેસકોર્ષ રીંગ રોડ (૫) સંતોષ ડેરી ફાર્મ, ઈન્દીરા સર્કલ (૬) અંબિકા ફરસાણ, કોટેચા ચોક (૭) પ્રાઈડ બેકરી, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક (૮) પરિશ્રમ રેસ્ટોરન્ટ, આલાપ ગ્રીન સીટી, રૈયા રોડ (૯) કિશોર સુપર માર્કેટ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ (૧૦) ધુબાકા શીંગ, રૈયા રોડ (૧૧) કેક એન્ડ સ્વીટ, ઈમ્પીરીયલ હાઈટ્સની સામે, બીગબજારની બાજુમાં, (૧૨) એ.ટી.એમ. કેક, કાલાવડ રોડ (૧૩) ટ્રેન્ડ ઝોન, રાજ પેલેસ ચોક, સાધુ વાસવાણી રોડ (૧૪) લેડીઝ ફૂટ ગાર્ડ્સ, રાજ પેલેસ સાધુ વાસવાણી રોડ, (૧૫) એરટેલ શોપી, સાધુ વાસવાણી રોડ (૧૬) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧૭) એકતા પ્રકાશન, યુનિવર્સિટી રોડ, (૧૮) કિશન ઝેરોક્ષ, યુનિવર્સિટી રોડ, (૧૯) કે.ડી. ડાન્સ એકેડમી, ૯- જંકશન પ્લોટ, (૨૦) રાજહંસ સોડા, ત્રિકોણબાગ, (૨૧) રઘુવંશી મોબાઈલ, ફૂલછાબ ચોક (૨૨) જીલ મોબાઈલ, રૈયા રોડ, (૨૩) સપના સોડા, કોટેચા ચોક (૨૪) અરૂણા સિલેકશન, નિર્મળા રોડ, (૨૫) ગુરૂકૃપા પેંડા, લીમડા ચોક (૨૬) જલારામ મંદિર, ભીલવાસ, (૨૭) ટી પોસ્ટ, માર્કેટીંગ યાર્ડ - બેડી, (૨૮) કૃપા એન્ટરપ્રાઈઝ, હુડકો શાકમાર્કેટ, નાણાવટી ચોક, રાજકોટ ખાતેથી મળશે. વિશેષ વિગતો માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭, મો. ૮૦૦૦૩ ૮૩૧૬૭, ૭૮૭૮૧ ૨૭૯૭૯, ૯૦૬૭૪ ૯૩૪૫૬ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રુપના સૂત્રધાર અને રઘુવંશી સમાજના યુવા આગેવાન મિતેશ રૂપારેલીયાની યાદીમાં જણાવાયું છે.

સમગ્ર આયોજન અંગે રઘુકુળ યુવા ગ્રુપ મિતેશ રૂપારેલીયાના નેતૃત્વમાં સ્વયંસેવકોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કક્કડ, માલવ વસાણી, નિશાદ સુચક, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ રૂપારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા (રઘુવંશી વડાપાઉ), નિરવ રૂપોરલીયા, આશિષ પૂજારા, કલ્પીત ખંધેડીયા, દેવેન્દ્ર સોમૈયા, જય દેવાણી, ધર્મેન્દ્ર કારીયા, દર્શન જીવરાજાની, સંદિપ ગંદા, જૈવીન વિઠ્ઠલાણી, ગોપાલ બાટવીયા, વાસુદેવ સોમૈયા, રાજુભાઈ નાગરેચા, અમિત કોટક, લખન કોટક, ભાવેશ કાનાબાર, દર્શન રાજા, મીત સેજપાલ, સંદિપ ગોવાણી, પ્રશાંત પૂજારા, જય ઘેલાણી, હિરેન અનડકટ, જેકી કક્કડ, અક્ષીત ઉનડકટ, હર્ષ કારીયા, કમલેશ સોમમાણેક, હર્ષ કારીયા, વિશાલ અનડકટ, કેવલ કાનાબાર, મિતેશ અનડકટ, દિપેન તન્ના, મનીષ જીવરાજાની, હિતેશ મગેચા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૭.૧૬)

(3:44 pm IST)