રાજકોટ
News of Friday, 14th September 2018

પેટ્રોલ, ડીઝલ, ખાતરના અસહ્ય ભાવ વધારાને વખોડી કાઢતી કોટડા તા. કોંગ્રેસ

આવતા દિવસોમાં સંગઠનનું નવુ માળખુ રચી કોંગ્રેસને નવુ જોમ આપવા કવાયત

રાજકોટ, તા., ૧૪: તાજેતરમાં કોટડાસાંગાણી ખાતે તાલુકાના કોંગ્રેસના આગેવાનો સાથે નિરિક્ષકશ્રીઓ સર્વશ્રી એન.ડી.જાડેજા તથા શ્રી વલ્લભભાઇ ડોબરીયાની હાજરીમાં મીટીંગ મળી ગઇ જેમાં અસહ્ય મોંઘવારી અને ડી.એ.પી. ખાતરની થેલીએ રૂ. ર૦૦થી વધુ ભાવવધારાને વખોડી કાઢી આંદોલન માટે ઠરાવ થયા. આ તકે જિલ્લા બેંકના એમ.ડી.  શ્રી ઘનશ્યામભાઇ ખાટરીયા ઉપસ્થિત રહી પાક વીમા અને સંગઠન અંગે માર્ગદર્શન આપેલ.

હવે પછી તારીખ ૧૬-૯-૧૮ ને રવિવારના રોજ ૩.૩૦ કલાકે રાજપરા મુકામે તાલુકાના તમામ ગામોના કોંગ્રેસના મુખ્ય પાંચ કાર્યકરો સાથે મીટીંગ મળશે. આ મીટીંગમાં દરેક ગામના કોંગ્રેસના આગેવાનો ગ્રામ પ્રમુખની નિમણુંક કરી તેને મીટીંગમાં સાથે લાવવાના રહેશે. આ મીટીંગમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો પણ હાજર રહેશે. આ ઉપરાંત સમગ્ર તાલુકા સંગઠન ટીમ, બક્ષીપંચ સલ, લઘુમતી સેલ, અનુ.જાતી સેલ, સેવાદળ અને તાલુકાની સહકારી મંડળીના તાલુકા સહકારી સંઘના માર્કેટીંગ યાર્ડના ડીરેકટર્સશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ૧૬-૯-૧૮ને રવિવારની આ મીટીંગમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી હિતેષભાઇ વોરા જિલ્લા સહકારી સંઘના મંત્રીશ્રી ધીરૂભાઇ ધાબલીયા, જિલ્લા બેંકના એમ.ડી. શ્રી ઘનશ્યામભાઇ ખાટરીયા, યાર્ડના ચેરમેન અને જિ.પં.ના પુર્વ ચેરમેન અર્જુનભાઇ ખાટરીયા, તાલુકા સહકારી સંઘના પ્રમુખ શ્રી લઘુભા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી બાબુભાઇ સાવલીયા, નિરીક્ષકશ્રીઓ, જિલ્લા  પ્રભારીશ્રીઓ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

તાલુકાના દરેક ગામના કોંગ્રેસી આગેવાનો સરપંચો તાલુકા પંચાયતના તમામ ચાલુ અને પુર્વ સદસ્યોને હાજર રહેવા જાણ કરવામાં આવે છ. સાથે પોતાના ગામના વિકાસના કામોના અટવાયેલા પ્રશ્નો લાવવા સુચના છે. મીટીંગમાં આવો ત્યારે દરેક પોતાનું ચુંટણી કાર્ડ સાથે લેતા આવે જેથી બાકી રહેલા તમામને શકિત પ્રોજેકટમાં જોડી શકાય. આ મીટીંગમાં આગામી કાર્યક્રમો અને સંગઠનની ચર્ચા અને નિર્ણયો થશે તેમ એન.ડી.જાડેજાની યાદીમાં જણાવાયું છે.(૪.૨)

(12:07 pm IST)