રાજકોટ
News of Friday, 14th August 2020

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે કાલે ધ્વજવંદન કાર્યક્રમ

ઢેબરભાઈ રોડ, PDM ફાટક પાસે કાર્યાલયે મહેશભાઈ રાજપૂત હસ્તે ધ્વજવંદન કરાશે

રાજકોટ:  શહેર કોંગ્રેસ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન આવતકાલે તા.15 ઓગસ્ટનાં સવારે ૦૯:૦૦ કલાકે, શહેર કોંગ્રેસ કાર્યાલય, ઢેબરભાઈ રોડ, PDM ફાટક પાસે કરવામાં આવ્યું છે.  શહેર કોંગ્રેસ સમિતિનાં  પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.તેમ કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું.
 

(10:08 pm IST)