રાજકોટ
News of Wednesday, 14th August 2019

શહેરમાં રોગચાળો અટકાવા તંત્ર ઉંધા માથે

રાજકોટઃ શહેરમાં ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા પાણી નિકાલ, અમુક વિસ્તારોમાં સ્થળાંતર તેમજ જુદી જુદી ફરિયાદના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છે. વરસાદના વિરામ બાદ પાણીજન્ય તથા વાહનજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા તમામ વોર્ડમાં સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમજ ખાસ કરીને પછાત વિસ્તારોમાં મેડીકલ ટીમ દ્વારા વિનામુલ્યે તપાસ તથા સારવાર કરાશે. આ ઝુંબેશમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવશે. તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરની યાદીમાં જણાવ્યુ હતુ.

(4:22 pm IST)