રાજકોટ
News of Wednesday, 14th August 2019

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નં. ૧૦મા સ્વાતંત્ર્ય પર્વ અને પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૭પમી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમો

રાજકોટ તા. ૧૪ :.. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગરની યાદી જણાવે છે કે કાલે તા. ૧પ રોજ ૭ર માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે શહેર કોંગ્રેસનો શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની ૭પમા જન્મજયંતી વર્ષની ઉજવણી નીમિતે શહેરના વોર્ડ નં. ૧૦ માં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

જયોતિનગર ચોક, ક્રિસ્ટલ મોલ પાછળ, કાલાવડ રોડ, ખાતે સવારે ૯ કલાકે આ કાર્યક્રમો શરૂ થશે.

જેમાં વૃક્ષારોપણ, કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ પેવિંગ બ્લોકના કામોનું ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, વોર્ડ મહામંત્રીઓ, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો અને હોદેદારો, શહેર કોંગ્રેસના કાર્યકરો અને રાજકોટ કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો હાજર રહેશે.

શહેર કોંગ્રેસ વતી રાષ્ટ્ર પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં આવવા અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, વોર્ડ નં. ૧૦ ના કોંગી કોર્પોરેટર અને ઉપનેતા મનસુખભાઇ કાલરીયા, વિપક્ષી દંડક અતુલભાઇ રાજાણીએ જાહેર અપીલ કરેલ છે.

(4:20 pm IST)