રાજકોટ
News of Wednesday, 14th August 2019

પૃથ્વી ખેતીવાડી કેન્દ્ર પેઢીએ માલ ખરીદીને પેમેન્ટ નહિ કરતાં ભાગીદારો સામે દાવો

અત્રે પૃથ્વી ખેતીવાડી કેન્દ્ર તથા તેના ભાગીદારો સુરેશભાઇ સુરેશભાઇ શંભુભાઇ રામાના, ઘનશ્યામભાઇ નંદરામભાઇ રામના, અરવિંદ પરસોતમભાઇ જાની,નયનાબેન ડી.રામના, હરેશભાઇ પોપટભાઇ બારૈયા, ઠે.યુ.એલ-૧૫થી૧૭,૧લા માળે, નીલમબાગ સર્કલની બાજુમાં, ભાવનગરના સામે , લેકસીકોન પોલીક્રાફટ ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારોવતી,તેના ભાગીદાર ધવલ રામાણીએ રાજકોટ કોર્ટમાં રૂ.૪,૫૮,૭૯૫/- વ્યાજ સમેત વસુલ મેળવવા દાવો દાખલ કરેલ છે.

દાવાની વિગતો મુજબ દાવો કરનાર પેઢી કે જે પ્લાસ્ટીકની વસ્તુઓનું ઉત્યાદન કરે છે. તેઓએ પ્રતિવાદીઓને બિલમાં લખી શરતોને આધીન અલગ-અલગ બિલ્સથી ઉધાર માલનું વેચાણ કરેલ છે. જેના માલ વેચાણના મુદલ તથા બિલ મુજબની વિલંબીત પેમેન્ટની રકમ મળી, કુલ રૂ.૪,૫૮,૭૯૫/- વસુલ મળવા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરેલ છે.

પ્રતિવાદીઓએ માલ ખરીદેલ છે. તેના બિલ્સની શરત મુજબ માલની ડીલીવર, પ્રાપ્ત થાય બાદ, ૩૦ દિવસમાં પ્રતિવાદીઓએ પેમન્ટ કરવાનું હતું , પરંતુ તા.૧૩/૧૦/૧૮ના રોજ છેલ્લે માલ ખરીદયા બાદ બીલની શરતો મુજબ પેમેન્ટ કરેલ નહીં.જેથી વાદીઓએ વકીલ મારફત નોટીસ પાઠવેલ જે નોટીસ મળ્યા બાદ પણ વાદીને પ્રતિવાદીને રકમ નહી ચુકવતા દરકાર નહી કરતા,રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ છે. રેકર્ડ ઉપરના દસ્તાવેજો અને પેપર્સ ધ્યાને લઇ, કોર્ટએ પૃથ્વી ખેતીવાડી કેન્દ્ર તથા તેના ભાગીદારો સુરેશભાઇ શંભુભાઇ રામના, ઘનશ્યામભાઇ નંદરામભાઇ રામના, અરવિંદભાઇ ,પરસોતમભાઇ જાની ,નયનાબેન ડી.રામના, હરેશભાઇ પોપટભાઇ બારૈયા સામે હાજર થવા સમન્સ ઇશ્યુ કરેલ છે.

આ કામમાં વાદી લેકસીકોન પોલીક્રાફટ ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો વતી વિકાસ કે.શેઠ, અલ્પા શેઠ તથા વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(4:19 pm IST)