રાજકોટ
News of Wednesday, 14th August 2019

૧૩.૫૦ લાખના ચેક રિટર્ન કેસમાં દંપતિને કોર્ટમાં હાજર થવા ફરમાન

રાજકોટ,તા.૧૪: રાજકોટના મવડી પ્લોટ વિસ્તારના શ્રી રામપાર્ક  સોસાયટી શેરી નં.૫ માં રહેતા શ્રી લાલજીભાઇ કરમશીભાઇ સભાયાએ તેમના ભેગા બેસતા ઉઠતા અને ઓળખાણનો સબંધ ધરાવતા પ્રફુલભાઇ અરજણભાઇ ચોવટીયા અને પત્ની નયનાબેન પ્રફુલભાઇ ચોવટીયા રહેે ફલેટ નં.૪૦૨,ચોથો માળ, વ્રજ કોમ્પલેક્ષ, ઉપાસના પાર્ક પાસે સાગર ચોક, બાલાજી હોલ પાછળ, ૧૫૦ ફુટ રોડ, રોજકોટનાને ઉછીના પેટે રૂ.૬,૦૦,૦૦૦/- ચેકથી અને રૂ.૭,૫૦,૦૦૦/- રોકડા આમ કુલ રૂ. ૧૩,૫૦,૦૦૦/- અંકે રૂપિયા તેર લાખ પચાસ હજાર પુરા મદદ માટે આપેલા. જે રકમ પરત  આપવા બાબતે આ કામના આરોપીઓએ તેમના ખાતા વાળી સાઉથ ઇન્ડીયન બેંક,૧૫૦ ફુટ રીંગ રોડ, બ્રાંચ , રાજકોટનો ચોક આપેલો હતો જે ચેક ફરીયાદીએ તેમની શ્રી ધરતી કો-ઓપરેટીવ બેંક લી., નાના મવા રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક અપુરતા ભંડોળ ના શેરા સાથે પરત ફરેલ.આ કોર્ટમાં ફરીયાદ નોંધવી હતી.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીઓને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપી ઓને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી. આમ છતા આ કામના આરોપીએ કોઇ જવાબ આપેલો નહી. તેથી આ કામના ફરીયાદીએ તેમના  વકીલ શ્રી અતુલ સી.ફળદુ મારફત ધી નેગોશીયેબલ ઇન્ટ્ુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ મુજબ  ફોજદારી ફરીયાદી દાખલ કરતા રાજકોટના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ આરોપી દંપતી પ્રફુલભાઇ અરજણભાઇ ચોવટીયા તથા નયનાબેન પ્રફુલભાઇ ચોવટીયાને સમન્સ ઇસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છે.

(4:19 pm IST)