રાજકોટ
News of Wednesday, 14th August 2019

જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા કલ્યાણ જવેલર્સ સહિત ત્રણ મોટર જપ્ત

રાજકોટ : શહેરમાં સેલર કે ચાલુ બાંધકામ સાઇટના પાયાના ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા જણાયેથી તેઓને લેખિત તાકીદ કરી. ડી-વોટરીંગ મશીનરી જપ્ત કરી નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીની સૂચના અન્વયે મોટર કલ્યાણ જવેલર્સ, ડો. યાજ્ઞિક રોડ, (ર) શ્રી નિધી કોમ્પ્લેક્ષ, રામકૃષ્ણનગર-૬/ર ઇસ્ટ અને બિઝનેસ એમ્પાયર બિલ્ડીંગ, જુના જાગનાથ પ્લોટ રોડ પર પાણી છોડવામાં આવતા હોવાનું જોવા મળતા ૩ મોટર જપ્ત કરવામાં આવેલ છે. તેમ મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવાયું છે.

(3:49 pm IST)