રાજકોટ
News of Wednesday, 14th August 2019

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સાંજે ગયા વર્ષની સ્પર્ધાના વિજેતાઓનું સન્માન-તાવો

જે કૃષ્ણએ આખો ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લીધો, એ જ કૃષ્ણ વાંસળી બે હાથે પકડે છે. બસ, આ જ તફાવત છે પરાક્રમ અને પ્રેમમાં !

રાજકોટ, તા. ૧૪ :. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા વિવિધ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમગ્ર રાજકોટ શહેરમાં લત્તા સુશોભન કરવામાં આવે છે અને જન્માષ્ટમીના દિવસે ૧૦૦થી પણ વધારે ફલોટ સુશોભન કરી રથયાત્રા નીકળે છે અને આ લત્તા સુશોભન અને ફલોટ સુશોભનની સ્પર્ધા રાખવામાં આવે છે. વિજેતાઓને તથા દર વર્ષે ભાગ લેનારને ઈનામ તથા શિલ્ડ વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત ગત વર્ષ ૨૦૧૮ના વિજેતા થયેલા સંસ્થા-મંડળોના પ્રતિનિધિઓને શિલ્ડ અર્પણ કરી નવાજવાનો કાર્યક્રમ આજરોજ કાલાવડ રોડ બી.એસ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવ્યો છે. કાર્યક્રમ સાંજે ૭.૩૦ વાગ્યે શરૂ થશે. સમારંભ બાદ તાવા પ્રસાદ રાખેલ છે.

ગત વર્ષે લત્તા સુશોભન કરનાર તેમાં વિજેતા થનાર યુવક મંડળો, યુવા ગ્રુપો, સંસ્થા તથા શોભાયાત્રામાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ટ્રેકટર, ટ્રક વિ. ફલોટને સુશોભીત કરનાર અને તેમાં વિજેતા થનારને મહાનુભાવોના હસ્તે શિલ્ડ વિતરણ કરવામાં આવશે. ગત વર્ષે વિજેતા થનારના નામ નીચે મુજબ છે.

લત્તા સુશોભનમાં નાગરાજ યુવા ગ્રુપ મહિલા કોલેજ પ્રથમ તથા જાગૃત હનુમાન મિત્ર મંડળ સંત કબીર રોડ અને ગોકુલ મિત્ર મંડળ ચંદ્રેશનગર દ્વિતીય વિજેતા થયેલ. રાધેશ્યામ યુવા ગ્રુપ ભગવતીપરા, મચ્છોમાં યુવા ગ્રુપ-રણુજા મંદિર, દ્વારકાધીશ યુવા ગ્રુપ-સંત કબીર રોડ અને રોકડીયા મિત્ર મંડળ તૃતીય સ્થાને આવેલ. જયરામનાથ યુવા ગ્રુપ, હિન્દુ-મુસ્લિમ એકતા ગ્રુપ, બાલકૃષ્ણ ગ્રુપ, બાલક હનુમાન ગ્રુપ, માખણચોર યુવા ગ્રુપ, પંચમુખી બાલાજી યુવા ગ્રુપ, મોરલીવાળા મિત્ર મંડળ, કનૈયા ગ્રુપ, ચિત્રકુટ મિત્ર મંડળ, શકિત યુવા ગ્રુપ, રજવાડી મિત્ર મંડળ, રાધે યુવા ગ્રુપ અને ક્રિષ્ના ગ્રુપ-અક્ષર માર્ગને પ્રોત્સાહન વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

ટુ-વ્હીલર્સ ફલોટસ સુશોભનમાં બાલક હનુમાન મંદિર પ્રથમ તથા અંકિતભાઈનો રથ અને મોરલી દ્વિતીય વિજેતા થયેલ. નરેન્દ્રભાઈ ડોબરીયા અને બજરંગ મિત્ર મંડળ તૃતીય સ્થાને આવેલ. નરેન્દ્રભાઈ ખોલીયા, અરૂણભાઈ પરમાર, રામનાથ યુવા ગ્રુપ, ઝેડ મોબાઈલ ગ્રુપ, સંજય પરમાર પ્રોત્સાહન સ્થાને આવેલ. થ્રી-વ્હીલર્સ ફલોટસ સ્પર્ધામાં જોડીયા હનુમાન મિત્ર મંડળ પ્રથમ તથા મામાની મોજ નામની કૃતિ દ્વિતીય વિજેતા થયેલ. ફોર વ્હીલર્સમાં ક્રિષ્ના યુવા ગ્રુપ અને બોલબાલા ટ્રસ્ટ પ્રથમ બે સ્થાને આવેલ. ટ્રેકટરના ફલોટસમાં સમર્પણ યંગ ગ્રુપ, રંગીલા હનુમાન ધૂન મંડળ પ્રથમ તથા આર્યસમાજ દ્વિતીય અને બજરંગ મિત્ર મંડળ તેમજ બ્લેક સ્મિત મિત્ર મંડળ તૃતીય સ્થાને રહ્યા હતા.

મોટા ટ્રકના ફલોટસ વિભાગમાં ખોડલધામ ટ્રસ્ટ અને સ્વામિનારાયણ-સરધાર પ્રથમ, એકતા મિત્ર મંડળ અને શિવવંશ યુવા ગ્રુપ દ્વિતીય તથા મારૂતિ યુવક મંડળ અને નેપાળી જનજાગૃતિ એકતા સમાજ તૃતીય વિજેતા બનેલ. આ વિભાગમાં સરસ્વતી શિશુ મંદિર, કુમકુમ ગ્રુપ, મોચી સમાજ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, વિશ્વકર્મા પ્રભુજી જન્મોત્સવ ગ્રુપ, રવેચી મિત્ર મંડળ, ગુજરાત યુવા સંગઠન, રાધેશ્યામ ગૌશાળા, કિસાન ગૌશાળા, રામનાથ સંરક્ષણ સંઘ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કૃતિ પ્રોત્સાહન ઈનામને પાત્ર બની હતી.  વિજેતા સંસ્થાઓના સંચાલકો, કાર્યકરો સહિત સૌ કૃષ્ણ ભકતોને આજે સાંજે ૭ વાગ્યે ઈનામ વિતરણ અને તાવા પ્રસંગે ઉપસ્થિત રહેવા મહોત્સવ સમિતિ વતી અધ્યક્ષ હરીભાઈ ડોડીયા, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મંત્રી નિતેશ કથીરિયા, સુરેશ કણસાગરા, અશ્વિન ગોસાઈ, કમલેશ શાહ વગેરેએ જાહેર નિમંત્રણ  પાઠવેલ છે તેમ મિડીયા ઈન્ચાર્જ પારસ શેઠએ જણાવેલ છે.

(3:22 pm IST)