રાજકોટ
News of Wednesday, 14th August 2019

બહેનો પોતાના પગ ઉપર ઉભા થાય, જવાબદારી ઉઠાવે, હિંમતથી આગળ વધે : ભાનુબેન બાબરીયા

૧૮૧ અભયમ અને આત્મન પ્રિ-સ્કુલના સંયુકત ઉપક્રમે મહિલા સશકિતકરણ અભિયાનની ઉજવણી : ખુશાલી ત્રિવેદીએ ૧૮૧ અભયમ એપની સમજ આપી

રાજકોટ : આત્મન પ્રિ-સ્કુલ રાજકોટ દ્વારા ગુજરાત સરકારશ્રીના 'નારી એક સિદ્ધિ અનેક' શિર્ષક હેઠળ મહિલા સશકિતકરણ અભિયાન પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. સર્વપ્રથમ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી, શ્રીમતી ભાનુબેન બાબરીયા, પોલીસ સબ ઈન્સ્પેકટર જે.એન. ચાવડા, ૧૮૧ અભયમના કોર્ડીનેટર ખુશાલીબેન ત્રિવેદી, મહિલા સહાયતા કેન્દ્રના અધિકારી નીધિબેન, પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન, સંગીતાબેન, સંસ્થાના સંચાલક પુષ્પદીપસિંહ જાડેજા, મનદીપ પટેલ હાજર રહ્યા હતા. સંસ્થા દ્વારા ગુજરાત સરકારના આ અભિયાનની મહિલાઓમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યને સાર્થક કરવા તેમજ આ અભિગમને બિરદાવ્યુ હતું. પૂર્વ ધારાસભ્ય શ્રી ભાનુબેન એ પોતાના વકતવ્યમાં નારી શકિતની વાત કરી હતી. આજના દિવસે નારીઓને એટલો જ સંદેશ કે તમે તમારા પગ ઉપર ઉભા થાવ, હિંમતથી મજબૂત બની જવાબદારીઓ ઉઠાવો. તેમજ હિંમતથી આગળ વધો ત્યાર પછી ૧૮૧ અભયમના કોર્ડીનેટર શ્રી ખુશાલીબેન ત્રિવેદીને સરકારના મહિલા સશકિતકરણ અભિયાન પખવાડીયા તેમજ ૧૮૧ અભયમ એપની વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં સંસ્થાના સંચાલક શ્રી પુષ્પદીપસિંહ જાડેજા દ્વારા મહેમાનો તેમજ તમામ મહિલા અધિકારી વાલીઓનું આભાર વ્યકત કર્યુ હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેહુલ ત્રિવેદી, ખુશ્બુબેન, આશાબેન, પ્રિયાબેન, સિમરનબેન, કિંજલબેન, મહિમાબેન, મમતાબેનએ જહેમત ઉઠાવી હતી તેમ આત્મન પ્રી સ્કુલ તરફથી જણાવાયુ છે.

(1:29 pm IST)