રાજકોટ
News of Wednesday, 14th August 2019

રાજકોટના બેડી ગામની જમીન અંગે નાયબ કલેકટર દ્વારા એપેલેન્ટની તરફેણમાં ચૂકાદો

રાજકોટ, તા. ૧૪ : રાજકોટના ગામ બેડીના રે.સ.નં. ર૧૬ની જમીન એકર ૧ર-૦૪ની નોંધ રદ કરવાનો નાયબ કલેકટરે એપેલેન્ટ તરફે હુકમ કર્યો હતો.

એપેલેન્ટ અશોકભાઇ મગનભાઇ વિગેરેના પિતા ગુજ. મગનભાઇ કરમણભાઇ પટેલ (ભંડેરી)એ તાલુકા જીલ્લા રાજકોટના ગામ બેડીના રે.સ.નં. ર૧૬ની કુલ ખેડવાણ જમીન એકર ૧ર-૦૪ ગુંઠા માંહેથી ઉતરાદી કોરની ખેડવાણ એકર ર-૦૦ ગુંઠા ખેડવાણ જમીન તેમના જોગના રજી. વેચાણ દસ્તાવેજ અનુ.નં. ૪૦૭, તા. ૯-ર-૧૯૮૧થી ગુજ. કમાભાઇ ઓધાભાઇ કોળી પાસેથી ચુકતે અવેજ રૂ. પ૦૦૦ ચૂકવી ખરીદ કરેલ છે અને સદરહું જમીનનો કબ્જો ભગવટો સંભાળેલ છે.

એપેલન્ટશ્રીઓ તેમજ તેમના ગુજ. પિતાને કાયદાકીય જ્ઞાન ન હોય સદરહું ખેડવાણ જમીન એકર ર-૦૦ ગુંઠા રેવન્યુ રેકર્ડમાં નામે ચડાવવા અરજી કરેલ નહીં અને જેથી રેવન્યુ રેકર્ડ મુજબ સદરહું રે.સ.નં. ર૧૬ વાળી કુલ જમીન એકર ૧ર-૦૪ ગુંઠા કમાભાઇ ઓધાભાઇના નામે જ રહેલ હતી. કમાભાઇ ઓધાભાઇનું અવસાન થતાં તેમના વારસદારોએ સદરહું આખી ખેડવાણ જમીન પોતાના નામે કરવા અરજી કરેલ અને જે હકકપત્રકની નોંધ નં. ૩૪૯૭, તા. ર૦-૬-૧૬થી તેમના નામ વારસાઇની રૂએ પ્રમાણિક કરાવેલ.  આ કામે એપેલન્ટની અપીલ નાયબ કલેકટર રાજકોટ (શહેર-ર) સમક્ષ ચાલી ગયેલ અને જેમાં એપેલન્ટના એડવોકેટએ પોતાની અપીલ તથા દલીલમાં ઉપરોકત હકીકત રજૂ કરેલ અને જેની સુનાવણી થઇ જતા એપેલન્ટના એડવોકેટની દલીલને માન્ય રાખી નાયબ કલેકટરે ઉપરોકત હકકપત્રકની નોંધ નં. ૩૪૯૭, તા. ર૦-૬-૧૬ રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં એપેલન્ટ તરફે વકીલશ્રી સંજય જે. જોષી (સંજુબાબા) રોકાયેલ છે.

(1:26 pm IST)