રાજકોટ
News of Wednesday, 14th August 2019

ડો.હિમાંશુ ઠક્કર દ્વારા વધુ એક સફળ સર્જરી

૨૨ વર્ષના દિવ્યાંગ યુવકના ગળામાં ૩ સે.મી.નો ઠરીયો ફસાઈ જતા તાત્કાલીક ધોરણે ઓપરેશન કરી અન્નનળીમાં ફસાયેલ ઠરીયો બહાર કાઢ્યો

રાજકોટ તા. ૧૪ : તાજેતર માં રાજકોટ શહેરમાં વિદ્યાનગર રોડ સ્થિત ડો ઠક્કર ની દાંત તથા કાન નાક ગળા ની હોસ્પિટલમાં એક અનોખો કેસ આવ્યો જેમાં જન્મ થીજ માનાસિક રીતે નબળા એવા ૨૨ વર્ષ ના રાજકોટના યુવક મોહિત પીરવાનીના ગળા માં આશરે ૩ સે.મી.નો મોટો ઠરીયો ફસાઈ ગયો હતો. તેને ગળામાં ખુબજ દુખાવો અને ગળા નીચે પાણી પણ ઉતરતું નહતું. સાથે ઉલટી પણ થતી હતી આવી હાલતમાં તેને હોસ્પિટલમાં લાવવા માં આવેલ.

ડો હિમાંશુ ઠક્કરે નિદાન કરી તાત્કાલિક ધોરણે સારવાર ચાલુ કરી હતી.આ દર્દી ને ઓપરેશન થિએટરમાં લઇ દૂરબીન વડે ગણતરી ની મિનિટોમાંજ અન્નનળીમાં ફસાયેલ આશરે ૩ સે.મી.નો મોટો અને ધારદાર ઠરીયો દૂરબીન વડે સફળતાપૂર્વક કાઢી આપ્યો હતો.

આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે આટલો મોટો ઠરીયો અને તે પણ ધારદાર હોવાથી કાઢતી વખતે અન્નનળી ને ઈજા પણ થઈ શકે.લોહી પણ નીકળી શકે અને જો દુરબીન વડે ના નીકળે તો ખુબજ મોટું ઓપેરાશન કરવું પડે પરંતું આવા વિકટ સંજોગોમાં પણ આવા અને ઓપેરાશનો સફળતાપૂર્વક પાર પાડનાર ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહપૂર્વક આ ઓપરેશન દૂરબીન વડે પાર પાડી યુવક નો જીવ બચાવ્યો હતો .આ તબકે દર્દી ના પરિવારજનો એ ડો ઠક્કર નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. હોસ્પિટલ : ૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ. મો ૯૪૨૮૦૦૩૮૪૮.

(12:07 pm IST)