રાજકોટ
News of Tuesday, 14th August 2018

યુવા ભાજપ દ્વારા સાંજે મશાલ રેલી

જિ. પં. ચોકમાંથી પ્રસ્થાનઃ યાજ્ઞિક રોડ ઉપર સમાપન

રાજકોટ તા. ૧૩ :.. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ અને યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ અખંડ ભારત સ્મૃતિ દિન નિમિતે એટલે કે સ્વતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ આજે તા. ૧૪ ના મંગળવારે રાત્રે ૮ કલાકે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મશાલ રેલી યોજવામાં આવેલ છે.

શહેરના જિલ્લા પંચાયત ચોક સ્થિત શીવાજી મહારાજની પ્રતિમાંથી પ્રસ્થાન થઇ શહેરના વિવિધ માર્ગો પર ફરી યાજ્ઞિક રોડ પર સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ખાતે સંપન્ન થશે. યુવા મોરચાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા યુવા ભાજપ પ્રમુખ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાએ જાહેર અનુરોધ કર્યો છે.

(3:56 pm IST)