રાજકોટ
News of Tuesday, 14th August 2018

કારોબારીના 'કારોબાર' અંગે પ્રશ્નો ઉઠાવતા ચંદુભાઇ શીંગાળા

એજન્ડાની સંપૂર્ણ માહિતી આપવા અધ્યક્ષને પત્ર : 'ક્ષતિ' માલુમ પડે તો અવાજ ઉઠાવવાની પૂર્વભૂમિકા તૈયાર

રાજકોટ તા. ૧૪ :.. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પદની સ્પર્ધામાંથી છેલ્લી ઘડીએ નાટયાત્મક રીતે બાદબાકી પામેલા કોંગીના બાગી સભ્ય ચંદુભાઇ શીંગાળા એકદમ નારાજ હોવાનું કહેવાય છે. પોતાની સાથે ભાજપના જવાબદાર આગેવાનોએ દગો  કર્યાનું તેમનું સ્પષ્ટ માનવુ છે. તેમણે હવે વહીવટી ખામી શોધી કારોબારીના શાસકોને ભીડવવાનું મન મનાવ્યું  છે. આજે તેમણે કારોબારી અધ્યક્ષને પત્ર પાઠવી કેટલીક માહિતી માંગી છે. આ પત્ર આંતરિક  લડાઇની પૂર્વ ભૂમિકારૂપ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.ચંદુભાઇએ કારીબારી અધ્યક્ષને પત્રમાં જણાવ્યું છે કે પંચાયત કારોબારી સમિતિના અમો સભ્ય છીએ. જેથી આગામી દિવસોમાં મળનાર કારોબારી સમિતિની મિટીંગમાં એજન્ડામાં સમાવિષ્ટ ઠરાવો, મુદ્દાઓ તથા અગત્યના પત્રો, પરિપત્રો, સાધારણ સભાએ સોપેલા કાર્યો, સાથે પંચાયત અધિનિયમની જોગવાઇઓ અને કાર્યરીતિના નિયમો પ્રમાણે સભ્યશ્રીઓને મોકલવામાં આવે જેથી કરીને સભ્યશ્રીઓને અભ્યાસ કરવાનો, માઇન્ડ એપ્લાય કરવાનો પુરતો સમયગાળો મળે તો  બાબતવાર નોંધો માહિતીઓ, વિગતોનો પુરતો અભ્યાસ કરી શકાય. સંપુર્ણ સમય મળી શકે તેથી મિટીંગમાં સોૈના સાથ સોૈના વિકાસની કામગીરીમાં પ્રજાહિતની, વિકાસની કામગીરી સમયસર અને તાકીદે કરી શકાય તે માટે વખતોવખત પત્રો,પરિપત્રો અને કાનુની મુદ્દાઓના જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તેની કામગીરી કરી શકાય. (પ-ર૯)

(3:27 pm IST)