કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૭માં ''સ્માર્ટ ગર્લ્સ'' કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રપર્વ-૨૦૧૮ની ઉજવણીના ભાગરૂપે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને ''સ્માર્ટ ગર્લ્સ'' કાર્યક્રમ યોજાયેલ હતો. કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરાયેલ. આ કાર્યક્રમમાં ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, માધ્યમિક શિક્ષણ અને આનુષંગીક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર ભાજપ દેવાંગભાઈ માંકડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, મીનાબેન પારેખ, ડિરેકટર બાળ આયોગ ગુજરાત મયુરભાઈ શાહ, વોર્ડ પ્રમુખ જીતુભાઈ સેલારા, વોર્ડ મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડ્યા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો મહામંત્રી પુનીતાબેન પારેખ, વોર્ડ નં.૦૭ મહિલા મોરચો પ્રભારી પીનાબેન કોટક, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો કારોબારી સભ્ય જયશ્રીબેન રાવલ, વોર્ડ નં.૦૭ ભાજપ મહિલા મોરચો પ્રમુખ ઉન્નાતીબેન ચાવડા, વોર્ડ નં.૦૭ ભાજપ મહિલા મોરચો કારોબારી સભ્ય દક્ષાબેન શાહ, ભાજપ અગ્રણી જે.પી.ધામેચા, સામાજિક અગ્રણી ભાગ્યેશભાઈ વોરા, પ્રવીણભાઈ ચાવડા, આચાર્ય મ.લ.ક. વિદ્યાલય વી.પી. ગાજીપરા, ભારતીય જૈન સંદ્ય સૌરાષ્ટ્ર કચ્છ દર્શનાબેન કોઠારી તથા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા તથા ભાજપ આગેવાનો કીર્તિભાઈ રાવળ, કિરીટભાઈ કમાલીયા, અહંસભાઈ પરમાર, ભાવિનભાઈ કોટેચા, સુરેશભાઈ સિંદ્યવ, રાહુલભાઈ દવે, ભરતભાઈ તન્ના, વિરેન્દ્રભાઈ ગરાછ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૧૪)