રાધેશ્યામ સોસાયટીમાં આજીડેમ પોલીસનો દરોડોઃ જૂગાર રમતાં ૮ મહિલા પકડાઇ
રાજકોટઃ આજીડેમ પોલીસે રાધેશ્યામ સોસાયટી-૧ રોકડીયા પાર્ક પ્લોટની પાછળ રહેતી રિન્કલબેન મહેશભાઇ પટોડીયા (ઉ.૩૨)ના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી દરોડો પાડતાં રિન્કલબેન તથા ઇલાબેન જગદીશભાઇ ધોળકીયા (ઉ.૩૯), દિવ્યાબેન વિજયભાઇ દેવડા (ઉ.૩૦), હનીાબા મયુરસિંહ ડાભી (ઉ.૩૮), સોનલબેન મહરેશભાઇ ઝાલા (ઉ.૩૩), રવિભાઇ હસમુખભાઇ ડોડીયા (ઉ.૨૩), લીલાબેન ઉર્ફ લીલીબેન લક્ષમણભાઇ ઠુમ્મર (ઉ.૪૫) તથા દક્ષાબેન હિતેષભાઇ દવે (ઉ.૩૩)ને તિનપત્તની જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૭૫૦૦ કબ્જે લીધા હતાં. ઇન્ચાર્જ એમ. જે. રાઠોડની રાહબરીમાં હેડકોન્સ. કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ ભીસડીયા, શૈલેષભાઇ નેચડા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. રિન્કલબેન બહારની મહિલાઓને પોતાના ઘરે ભેગી કરી નાલ ઉઘરાવી જૂગાર રમાડતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.