રાજકોટ
News of Monday, 14th June 2021

હવે રૂડામાં ૪૦ ટકા કપાત-પ્લાન BUPની પરમીશન ટી.પી.ઓ. બાદ સીધા ચેરમેન આપશે : CEOનું કામ સરળ બનાવી દેવાયું

રાજકોટ સહિત દરેક અર્બન ડેવલપમેન્ટ ઉપર શહેર વિકાસનો ખાસ પરિપત્ર : સીઇઓ પોસ્ટ ટેકનીકલ ન હોય ખાસ કાર્યવાહી

રાજકોટ, તા. ૧૪ : રાજય શહેરી વિકાસ ખાતાએ શનિવારે એક મહત્વનો પરિપત્ર બહાર પાડી આદેશો કરી રાજકોટ સહિત રાજયની તમામ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના સીઇઓનું કામ એકદમ સરળ બનાવી દીધુ છે.

રૂડા કચેરીના  સૂત્રોના ઉમેર્યા પ્રમાણે પરિપત્ર મુજબ હવે રૂડા વિસ્તારમાં કોઇપણ બિલ્ડીંગની કે જમીનની ૪૦ ટકા કપાત, (જીડીસીઆરના નિયમો મુજબ) પ્લાન તથા બીયુપી (બિલ્ડીંગ યુઝર્સ પરમીશન) ની ફાઇલો ટીપીઓ પાસેથી સીઇઓ અને ત્યાંથી ચેરમેન પાસે જતી, પરંતુ હવે આજથી આવી ફાઇલો ટીપીઓ પાસેથી સીધી ચેરમેન પાસે જશે, સીઇઓ ની વચ્ચેની આખી એક કડી કાપી નખાઇ છે.

આવું કરવા પાછળના કારણમાં સુત્રો ઉમેરે છે કે સીઇઓમાં દરેક સ્થળે મોટાભાગનો સ્ટાફ રેવન્યુનો છે, ટેકનિકલ પ્રોબ્લેમ થતા હોય છે, આથી આ નિર્ણય લેવાયો છે, સીઇઓ પાસે નોન ટેકનિકલ એવા રોડ-રસ્તા ભૂગર્ભ ગટર, મોટા પુલો, લાઇટીંગ, પાણી-પુરવઠા યોજના સહિતના વિકાસ કામો રહેશે અને કામો પણ ઝડપી બનશે.

(5:40 pm IST)