રાજકોટ
News of Monday, 14th June 2021

કોરોનાની રસી મુકાવવામાં રાજય સરકારની કાબીલેદાદ કામગીરી

કોરોનાની રસી મુકવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ એટલે કે વિજયભાઈ રૂપાણી સરકારની ઉત્તમથી સર્વોતમ તરફ ગતિ : સંકટ સમયે સરકારના સચોટ અને પ્રજા માટે સંવેદનશીલ નિર્ણયોઃ કોરોના ધીમો પડયો છે પણ સંપૂર્ણપણે નાશ થયો નથી, સાવચેતી રાખવા નરેન્દ્રભાઈ સોલંકીની અપીલ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી  નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ હતુ કે કુદરતના કેર તરીકે સમગ્ર દુનિયામાં જયારે કોરોના નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકોના આરોગ્ય માટે ઉપયોગી એવી કોરોના વિરોધી રસી મુકવામાં ગુજરાત રાજય સમગ્ર ભારતભરમાં પ્રથમ નંબર રેહવા બદલ સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને સરકારશ્રીની સમગ્ર ટીમને બિરદાવતા કહ્યું કે આ ખુબ જ ખતરનાક રોગચાળા સામે સર્વોત્તમ સિધ્ધી છે. સંપુર્ણ પણે લોકડાઉન કર્યા વિના કોરોના પર ગુજરાતભરમાં કાબુ મેળવવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે.

નરેન્દ્રભાઈ સોલંકીએ યાદીમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે જાહેર કરેલ આંકડા પર એક દ્રષ્ટિપાત કરતા જણાય છે કે સમગ્ર ગુજરાતમાં ગઈકાલની તા.૧૩ની સાંજની સ્થિતિએ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ વિગેરેને રસીના કુલ ૨  કરોડથી વધુ ડોઝ અપાયા છે. આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટલાઈન વર્કરને ૧૯,૪૨,૮૯૭ પ્રથમ ડોઝ અને ૧૧,૦૨,૯૨૯ દ્વિતીય ડોઝ અપાયેલ હતો. ૪૫ વર્ષથી ઉપરના ૯૯,૭૨,૯૧૯ લોકોને પ્રથમ ડોઝ અને ૩૩,૯૯,૧૩૩ લોકોની બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮ થી ૪૫ વર્ષ સુધીમાં ૩૭,૭૬,૧૭૬ પ્રથમ ડોઝ અને ૬૯,૮૪૬ બીજો ડોઝ અપાય ચુકયો છે. આમ કુલ મળીને આશરે ૨૦૨૬૪૮૯૩ જેવા ડોઝ અપાયા છે. જે ખુબ જ સરાહનીય બાબત છે. રસીકરણની બાબતમાં ગુજરાત સરકાર ગુજરાત રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીની દિદ્યદ્રષ્ટી કારણે અનેક મોટા રાજયો કરતાં ગુજરાત રાજય આગળ નિકળી ગયું છે. જે ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જ સરાહનીય છે. દરરોજ સરેરાશ આશરે ૨ લાખથી વધુ લોકોને રસી અપાય છે.

ગઈકાલ એક દિવસમાં સમગ્ર ગુજરાતમાં આશરે ૨૩૪૫૫૧ લોકોને રસીનો લાભ આપવામાં આવ્યો હતો. કુલ ૮ લાખથી વધુ દર્દીઓએ સમગ્ર ગુજરાતમાં કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. ગુજરાત રાજયનો રીકવરી રેટ અંદાજે ૯૭.૨૩ ટકા સુધી પહોંચી ગયો છે. જે ખુબ જ સારી બાબત છે. કોરોના સામેની સહયારી લડતમાં સહયોગી બનેલા તબીબશ્રીઓ નર્સીગ સ્ટાફ સંપૂર્ણ તબીબી સ્ટાફ સરકારી તંત્રના અધીકારીઓ, કર્મચારીઓ તેમજ ધાર્મિક ક્ષેત્રના વડાઓ સંતો- મહંતો સ્વૈચ્છીક સંસ્થાઓ અને આ કામગીરીમાં પોઝીટીવ રીતે સાથ આપનાર સમગ્ર પ્રજાજનો વગેરે ખુબ જ યશના અધીકારી છે. જે રીતે રસીકરણ અભિયાનમાં ગુજરાત પ્રથમ રહ્યું છે તે જ રીતે કોરોનાને પરાસ્થ કરવામાં પણ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રહેશે તેવી આશાઓ વધી રહી છે.

નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું છે કે ''તોકતે'' વાવાઝોડાનો ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણમાં સરકારી રાહે સંપૂર્ણ સફળતાપૂર્વક સામનો કર્યા બાદ ખુબ જ ટુંકાગાળામાં રસીકરણ ક્ષેત્રે પણ સીધ્ધી મેળવી છે. ગયા અઠવાડીયે ગાંધીનગર મુકામે ગુજરાત રાજયના અડગ મુખ્યમંત્રી એવા  શ્રી વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત લઈ તેમની સાથેની વિસ્તૃત ચર્ચાઓ બાબતે પ્રજાલક્ષી સફળ યોજનાઓ અને આયોજન બદલ તેમને તથા તેમની ટીમને અભીનંદન આપ્યા હતા. કોરોના અગાઉ કરતાં ઘણો જ ધીમો પડયો છે.

પરંતુ હજી સંપૂર્ણપણે તેનો નાશ થયો નથી. તેના માટે સમગ્ર સમાજના માતાઓ બહેનો વડીલો ભાઈઓ યુવાનો બાળકોને  અમે બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે જયાં સુધી સંપૂર્ણપણે કોરોનાનો નાશ ન થાય ત્યાં સુધી લોકો ખાસ માસ્ક પહેરી રાખે, સોશ્યલ ડીસ્ટસીંગનું પાલન કરે, સેનીટાઈઝર અને સાબુનો ઉપયોગ કરે અને તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરે તેવી સમગ્ર લોકોને નરેન્દ્રભાઈ સોલંકી (મો.૯૮૨૪૨ ૧૦૫૨૮)એ અપીલ કરી છે.

(5:31 pm IST)