રાજકોટ
News of Monday, 14th June 2021

જંકશન પ્લોટમાંથી બેભાન મળેલા વૃધ્ધનું મોતઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૧૪: જંકશન પ્લોટ પોલસ્ટ ઓફિસ સામે ફૂટપાથ પર અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃધ્ધ બેભાન મળી આવતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ, પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. હેડકોન્સ. વી. બી. રાજપૂત વધુ તપાસ કરે છે.

(3:55 pm IST)