રાજકોટ
News of Monday, 14th June 2021

કોરોનાથી મૃત્યુ પામનાર માતાના આઘાતમાં પુત્ર ધનરાજનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

ગાયકવાડી રવિ સાગર એપાર્ટમેન્ટમાં બનાવઃ ભાઇએ જીવ બચાવ્યો

રાજકોટ તા. ૧૪: ગાયકવાડીમાં રવિ સાગર એપાર્ટમેન્ટમાં કોરોનાથી મૃત્યુ પામનાર માતાના આઘાતમાં પુત્રએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ ગાયકવાડી શેરી નં. ૬/૧૦ માં આવેલ રવિ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા ધનરાજ વિનોદભાઇ ભાવનાણી (ઉ.વ.રર) એ પોતાના ઘરે પંખા સાથે દોરીબાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેનો ભાઇ ધનરાજને લટકતી હાલતમાં જોઇ તાકીદે તેને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. દોઢ માસ પહેલા તેની માતાનું કોરોનાથી મૃત્યુ નિપજયું હતું. તેથી તેના આઘાતમાં તેણે આ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકના એ.એસ.આઇ. હરેશભાઇ રત્નોતર તથા રાઇટર માયાબેને તપાસ હાથ ધરી છે.

(3:55 pm IST)